ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોંગે્રસ શાસિત કર્ણાટકમાં CM બદલવાની અટકળો

05:06 PM Sep 05, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ખડગે અને જરકિહોલીના નામ ચર્ચામાં

Advertisement

એમયુડીએ કેસને લઇને કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલવાની અટકળો થઇ રહી છે.જોકે, તેને લઇને પાર્ટીએ ઓફિશિયલ કઇ કહ્યું નથી. કોંગ્રેસ હાઇકમાન પણ કર્ણાટકમાં સક્રિય થઇ ગયું છે. રાજ્યના કેટલાક નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામ પર પણ ભાર મુકી રહ્યાં છે. કોંગ્રેસ હાઇકમાન વિવાદથી બચવા માટે સર્વસમ્મતિથી ઉમેદવાર પસંદ કરવાની યોજના બનાવી રહ્યું છે.

વિપક્ષ તરફથી પણ મુખ્યમંત્રી બદલવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે.પાર્ટીએ આ વાત પર હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી કે સિદ્ધારમૈયાની જગ્યાએ રાજ્યની કમાન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સોપવામાં આવે અથવા કોઇ પછાત વર્ગના નેતાને તક આપવામાં આવે કે પાર્ટી નેતાઓનો એક ગ્રુપ ખડગેનું નામ આગળ કરી રહ્યું છે. બીજી તરફ એક જૂથ પીડબ્યુલડી મંત્રી સતીશ જરકિહોલી જેવા નેતાઓને આગળ કરી રહ્યું છે.

સીનિયર નેતાઓ સાથે મુલાકાત માટે જરકિહોલી નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સાથે જ અટકળો છે કે પાર્ટી તેમને તક આપવાનું મન બનાવી રહી છે. કહેવામાં આવે છે કે તેમની પાસે 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે જેમાં 15 અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે, તેમના પરિવારમાં ત્રણ ધારાસભ્ય, એક એમએલસી અને એક સાંસદ પણ છે. પાર્ટી સિદ્ધારમૈયાની સહમતિ લે છે તો જરકિહોલી તેમની પસંદ બની શકે છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે સાંસદ રાહુલ ગાંધીએ પણ રાજ્યમાં રાજકીય ઘટનાક્રમને લઇને જરકિહોલી સાથે ચર્ચા કરી છે.

Tags :
CMCongressgujaratgujarat newsindiaindia news
Advertisement
Advertisement