For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાના ચર્ચમાં ગોળીબાર: બેનાં મોત, હુમલાખોર ઠાર

11:13 AM Jul 14, 2025 IST | Bhumika
અમેરિકાના ચર્ચમાં ગોળીબાર  બેનાં મોત  હુમલાખોર ઠાર

અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જોકે બાદમાં પોલીસે હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Advertisement

અધિકારીઓએ કહ્યું કે લક્સિંગટનના રિચમંડ રોડ બાપટિસ્ટ ચર્ચમાં બે મહિલાઓ મૃત્યુ પામી હતી. જોકે અન્ય બે પુરુષ પણ ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર શંકાસ્પદ હુમલાખોરએ એરપોર્ટની નજીક એક સૈનિકને ગોળી મારી તેને ઈજાગ્રસ્ત કરી દીધો હતો અને પછી તેનું વાહન ઝૂંટવીને ચર્ચની તરફ ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો અને ચર્ચમાં તેને ગોળી ધરબી દીધી હતી.

Advertisement

લક્સિંગટન પોલીસ વિભાગે કહ્યું કે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવું લાગે છે કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચમાં અમુક લોકોને જાણતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement