For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાના એક્વાડોરની નાઈટ ક્લબમાં ગોળીબાર, 8નાં મોત, 3 લોકો ઘવાયા

11:10 AM Aug 11, 2025 IST | Bhumika
અમેરિકાના એક્વાડોરની નાઈટ ક્લબમાં ગોળીબાર  8નાં મોત  3 લોકો ઘવાયા

મૃતકો તમામ યુવાન, બાઇક પર આવેલા હુમલાખોરો ફરાર

Advertisement

એક્વાડોરમાં તાજેતરમાં નાઈટક્લબમાં વધુ એક હિંસાની ઘટના સામે આવી હતી. ગઇકાલે અહીં એક નાઈટક્લબમાં થયેલા ગોળીબારમાં આઠ લોકોનાં મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ગુઆસ પ્રાંતના ગ્રામીણ વિસ્તાર એવા સેન્ટા લુસિયા ખાતે ગોળીબાર થયો હતો. આ સૌથી ખતરનાક સ્થળ તરીકે જાણીતું છે.

પોલીસે આપેલી માહિતી મુજબ નાઈટક્લબમાં હુમલો થતાં 20થી 24 વર્ષની વય વચ્ચેના સાત યુવકોના મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. આરોપીઓ બે મોટરસાઈકલ પર સવાર થઈને આવ્યા હતા. તેમની પાસે નોંધપાત્ર પ્રમાણમાં બંદૂકો અને હથિયારો હતા.

Advertisement

શૂટિંગ ક્યા કારણથી કરવામાં આવ્યું તે જાણી શકાયું નથી. બે દિવસ પૂર્વે દક્ષિણપશ્ચિમ તટ નજીક અલ ઓરો પ્રાંતમાં એક બોટને હુમલાખોરોએ નિશાન બનાવી હતી. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા. સંદિગ્ધોએ બોટ પર વિસ્ફોટકો સાથે પ્રચંડ હુમલો પણ કર્યો હતો જેને પગલે અનેક લોકો લાપતા થયા હતા. સંગઠિત ગુનાખોરી, ડ્રગ્સ કાર્ટેલો વચ્ચે વર્ચસ્વ મેળવવા માટેની આંતરિક લડાઈને પગલે દક્ષિણ અમેરિકાના આ ભાગમાં અનેક હિંસક હુમલાઓ સામાન્ય બાબત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement