49 મુસાફરો સાથેનું રશિયન પ્લેન ક્રેશ, તમામના મોતની આશંકા
રશિયાના અમુર ક્ષેત્રમાં અંગારા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 49 મુસાફરો સવાર હતા. રશિયન સેનાને કાટમાળ મળ્યો છે, જેના પછી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ વિમાન થોડા કલાકો પહેલા રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. વિમાન દુર્ઘટનામાં બધા 49 લોકોના મોતની આશંકા છે.
ઇન્ટરફેક્સ ન્યૂઝ અનુસાર, વિમાન ટિંડા એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ તે પહેલા પ્રયાસમાં સફળ રહ્યું ન હતું, ત્યારબાદ પાઇલટે તેને ફરીથી ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન 15 કિમી દૂર ક્રેશ થયું. વિમાનનો કાટમાળ જંગલમાં મળી આવ્યો છે.
https://x.com/Reuters/status/1948291102076710922
રશિયાની ઈમરજન્સી મિનિસ્ટ્રીએ જણાવ્યા પ્રમાણે, 'બચાવ કામગીરીમાં જોડાયેલા હેલિકોપ્ટરે આ પેસેન્જર પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો છે. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા સંચાલિત MI-8 હેલિકોપ્ટરે તિન્ડાથી 16 કિમી દૂર પર્વતીય ક્ષેત્રોમાં બળેલી હાલતમાં પ્લેન શોધી કાઢ્યું હતું. આ પ્લેન ક્રેશમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે.'
રશિયન એર ટ્રાફિક કંટ્રોલે સવારે જણાવ્યું હતું કે, 50 પેસેન્જર-ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા AN-24 પેસેન્જર પ્લેન સાથે અમુર ક્ષેત્રમાંથી સંપર્ક તૂટ્યો છે. લોકલ ઈમરજન્સી મિનિસ્ટ્રી અનુસાર, સાબેરિયાની અંગારા તરીકે ઓળખાતી એરલાઈન દ્વારા આ પ્લેન ઓપરેટ થઈ રહ્યું હતું. જે ચીનની સરહદ નજીક આવેલા અમૂર શહેરમાંથી અચાનક રડાર સ્ક્રિનમાંથી ગુમ થયુ હતું.
https://x.com/cryptoceannews/status/1948290953896186102
દુર્ઘટનાગ્રસ્ત AN-24 નો કાટમાળ અડધા કિલોમીટર સુધી વિખરાયેલો છે. દુર્ઘટના સ્થળે ઉતરવું અશક્ય છે. બચાવ ટીમો દોરડાની મદદથી ત્યાં ઉતરાણ કરવાની યોજના બનાવી રહી છે. વિમાને ૨૪ જુલાઈના રોજ સવારે ૭:૩૬ વાગ્યે ખાબોરોવસ્કથી ઉડાન ભરી હતી. અંગારા એરલાઇન્સનું આ વિમાન ખાબોરોવસ્ક - બ્લાગોવેશેન્સ્ક - ટિન્ડા રૂટ પર હતું.
પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ આ પ્લેનમાં પાંચ બાળકો સહિત કુલ 43 પેસેન્જર સવાર હતા. તેમજ છ ક્રૂ સભ્યો ઓન બોર્ડ હતાં. તમામ જરૂરી સુરક્ષા અને બચાળ દળને પ્લેનની શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. સ્થાનિક બચાવકાર્યમાં જોડાયેલા લોકોએ પણ પ્લેન ક્રેશની હાલત જોઈને સવાર તમામના મોત થયા હોવાની ભીતિ વ્યક્ત કરી છે.