રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રશિયા-યુક્રેન યુધ્ધ વધુ ભડકશે, નાટોએ F-16 ફાઈટર જેટ મોકલવાનું શરૂ કર્યુ

04:47 PM Jul 11, 2024 IST | admin
Advertisement

રશિયાને જવાબ આપવા યુક્રેનની લાંબા સમયથી માંગ હતી

Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નાટોના સભ્યોએ જાહેરાત કરી છે કે તેમણે યુક્રેનને એફ-16 ફાઈટર જેટ મોકલવાનું શરૂૂ કરી દીધું છે. વોશિંગ્ટનમાં નાટો સમિટ પછી યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને બુધવારે (10 જુલાઈ, 2024) કહ્યું કે યુએસ નિર્મિત એફ-16 ફાઇટર પ્લેનની પ્રથમ બેચ ડેનમાર્ક અને નેધરલેન્ડથી યુક્રેન મોકલવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ખૂબ જ જલદી એફ-16 યુક્રેનના આકાશમાં ઉડતા જોવા મળશે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, યુએસના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને કહ્યું કે યુક્રેન આ ઉનાળામાં રશિયન આક્રમણથી પોતાને અસરકારક રીતે સુરક્ષિત કરી શકે છે. રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાનો જવાબ આપવા માટે યુક્રેન લાંબા સમયથી એફ-16 ફાઈટર જેટની માંગ કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઓગસ્ટ 2023માં યુક્રેનને આ વિમાનોની ડિલિવરી માટે મંજૂરી આપી હતી.

અમેરિકી વિદેશ મંત્રીએ પડકાર ફેંકતા કહ્યું હતું કે યુક્રેન મોકલવામાં આવી રહેલા આ ફાઈટર જેટ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે એક મજબૂત સંદેશ હોવો જોઈએ. તેમણે કહ્યું, રશિયન રાષ્ટ્રપતિનું ધ્યાન એ વાત પર કેન્દ્રિત થઈ ગયું છે કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધમાં વધુ સમય સુધી ટકી શકશે નહીં. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ તેમની વાયુસેનાની ક્ષમતા બમણી કરવા માંગે છે.

ઝેલેન્સકીએ કહ્યું હતું કે તેમને તેમના દેશની સુરક્ષા માટે ઓછામાં ઓછી સાત વધુ રડાર સિસ્ટમની જરૂૂર પડશે.
નાટોના સભ્યોએ યુક્રેનની મદદ માટે પાંચ રડાર સિસ્ટમ મોકલવાની પણ જાહેરાત કરી છે. નાટોના સભ્યો દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમે યુક્રેનની હવાઈ ક્ષમતાને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. નાટોની 75મી વર્ષગાંઠના અવસર પર આયોજિત સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે રશિયા આ યુદ્ધમાં નબળું પડી રહ્યું છે.

Tags :
F-16ukrenworldworldnews
Advertisement
Next Article
Advertisement