કેન્સરની રસી બનાવવાની નજીક રશિયા: પ્રમુખ પુતિનની જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કાલે એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રશિયાના વૈજ્ઞાનિકો કેન્સર માટેની વેક્સિન એટલે કે રસી બનાવવાની બિલકુલ નજીક પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં જ તે દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટેલિવિઝન સંબંધિત ટિપ્પણીઓમાં કહ્યું હતું કે અમે કહેવાતી કેન્સર વેક્સિન તથા ઈમ્યુનોમોડ્યુલેટરી દવાઓના નિર્માણની બિલકુલ નજીક આવી ગયા છીએ.ફ્યુચર ટેકનોલોજીસને લગતા મોસ્કો ફોરમ ખાતે બોલતા તેમણે કહ્યું કે મને આશા છે કે ટૂંક સમયમાં તેમને ઈન્ડિવિડ્યુઅલ થેરાપીની પદ્ધતિઓના સ્વરૂૂપમાં અસરકારક રીતે ઉપયોગ કરી શકાશે.જોકે રાષ્ટ્રપતિએ કેન્સરની આ વેક્સિન કેવા પ્રકારના કેન્સરની સારવા માટે હશે તે અંગે વિશેષ માહિતી આપી ન હતી. અત્રે ઉલ્લેખની છે કે વિશ્વમાં અનેક દેશો અને કંપનીઓ કેન્સરની સારવાર માટેની વેક્સિન પર કામ કરી રહી છે. ગયા વર્ષે બ્રિટનની સરકારે જર્મની સ્થિત બીયોનટેક સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતા, જેમનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 10,000 દર્દીઓ સુધી પહોંચવાનો હતો.
ફાર્માસ્યુટીકલ કંપનીઓ જેવી કે મોડર્ના અને મર્ક એન્ડ કં એક પ્રયોગાત્મક કેન્સર વેક્સિન તૈયાર કરી રહી છે, જેના મધ્ય-તબક્કાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ત્રણ વર્ષની સારવાર બાદ મેલેનોમા કે જે સૌથી ઘાતક સ્કીન કેન્સર (તસશક્ષ ભફક્ષભયિ) છે તેમાંથી સાજા થવાની અથવા તો મૃત્યુ પામવાની સંભાવના લગભગ અડધો અડદ થઈ ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સમયે રશિયાએ કોવિડ-19 સામે પોતાની સ્પુતનિક વી વેક્સિન વિકસાવી હતી અને વિશ્વના અનેક દેશોને વેચાણ કર્યું હતું.