રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રોબોટ બન્યો કામાતુર: લેડી રિપોર્ટર સાથે કર્યા અડપલાં

11:45 AM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

સાઉદી અરબમાં ખૂબ મોંઘી રીતે બનાવાયેલા પહેલા પુરુષ રોબોટે પહેલું જ કામ ખોટું કર્યું છે. સાઉદી અરબના પ્રથમ પુરૂૂષ રોબોટ મુહમ્મદ એક લેડી રિપોર્ટરને ખોટી રીતે સ્પર્શતો જોવા મળ્યો હતો જે એક પ્રકારનું યૌન શૌષણ જ છે. રોબોટ મુહમ્મદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ રોબોટને સાઉદી અરેબિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં દેશની પ્રગતિ દર્શાવવા માટે બનવાયો છે.

Advertisement

મુહમ્મદને એક જાહેર કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન કંઈક એવું થયું કે લોકોની ચિંતા વધી ગઈ. ખરેખર, આ રોબોટે એક મહિલા રિપોર્ટરને થાપાના ભાગે સ્પર્શ કરતો જોવા મળ્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં રોબોટ એક મહિલા રિપોર્ટરને સેક્સ્યુઅલી ટચ કરતો કેદ થયો હતો.
વીડિયોમાં રવિયા અલ-કાસીમી નામની મહિલા રિપોર્ટર રોબોટની પાસે ઉભી રહીને તેના વિશે વાત કરતી જોવા મળી રહી છે, ત્યારે જ રોબોટ તેના શરીર તરફ હાથ લંબાવે છે અને તેને સ્પર્શ કરે છે. કેટલાક યૂઝર્સ આના પર ચિંતા વ્યક્ત કરી હતી. પુરુષ રોબોટ મુહમ્મદ કંઈ સસ્તામાં નથી બન્યો તેને માટે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે તેને સારા કામ માટે બનાવાયો છે પરંતુ તેણે પહેલા પ્રયાસમાં ખોટું કામ કરીને બદનામ થયો.

Tags :
Lady ReporterrobotSaudi ArabiaworldWorld News
Advertisement
Next Article
Advertisement