બ્રિટનમાં ત્રણ બાળકોની હત્યા બાદ તોફાનો-આગજની, પોલીસ પર હુમલો
મસ્જિદ ઉપર પણ પથ્થરમારો, 39 પોલીસ જવાનો ઘવાયા
બ્રિટનના સાઉથ પોર્ટમાં ડાન્સ વર્કશોપ બહાર ત્રણ બાળકોની હત્યા બાદ તોફાનો ફાટી નિકળ્યાછે. અને દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા 39 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક અજ્ઞાત શખ્સે કરેલી છુરાબાજીના ત્રણ છોકરાઓના મોત નિપજતા મોડી સાંજે હિંસા શરૂ થઈ હતી અને ઈંગ્લીશ ડિફેન્સ લીગના સમર્થક મનાતા લોકોના ટોળાએ સ્થાનિક મસ્જીદ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હ તો. ઈંગ્લીશ ડિફેન્સ લીગ મુસ્લિમ વિરોધી અને ઈમિગ્રન્ટ જૂથને જે પોતાને ખ્રિસ્તી સૈન્ય તરીકે ઓખળાવે છે.
પોલીસે જણાવ્યા મુજબ ટોળાએ બગીચાની દિવાલમાંથી ઈંટો કાઢી પોલીસ ઉપર હુમલો કર્યો હતો. દેખાવકારો પોલીસ અને મસ્જિદ ઉપર પથ્થરમારો ફેંકતા હતા અને નારા લગાવતા હતા આ હુમલામાં 39 જેટલા પોલીસ જવાનોને ઈજા થવા પામી છે. ત્રણ પોલીસ શ્ર્વાન પણ ઘાયલ થયા છે. પોલીસે આ ઘટના બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.
બીજી તરફ સોમવારે ત્રણ છોકરીઓની છુરાબાજી દ્વારા હત્યા કરવાની ઘટનામાં પોલીસે 17 વર્ષના એક શંકાસ્પદની અટકાયત કરી છે. આ હુમલા પાછળ સટ્ટા ખોરી કારણભુત હોવાનું મનાય છે.
ટેલર સ્વિફ્ટ-થીમ આધારિત ડાન્સ વર્કશોપમાં ભાગ લેતી વખતે સાઉથપોર્ટમાં એક દિવસ પહેલા છરીના ઘા મારીને હત્યા કરાયેલા ત્રણ બાળકોની ઓળખ 9 વર્ષની એલિસ અગુઆર, 7 વર્ષની એલ્સી ડોટ સ્ટેનકોમ્બ અને 6 વર્ષની બેબે કિંગ તરીકે થઈ છે. હુમલામાં અન્ય પાંચ બાળકો અને બે પુખ્ત વયના લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.