રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશના ક્રિકેટર મુશરફ મૃર્તઝાનું ઘર સળગાવતા તોફાનીઓ

01:20 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બાંગ્લાદેશની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. દેશમાં હિંસાની આગમાં દિગ્ગજ ક્રિકેટર મુશરફે મુર્તઝાના ઘર ઝપેટમાં આવી ગયું છે. આંદોલનકારીઓએ પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ લગાવી દીધી છે. મુશરફે મુર્તઝા અવામી લીગના સાંસદ છે.

મુશરફે મુર્તઝા વનડે મેચમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ મેચમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી છે. તેના નેતૃત્વમાં બાંગ્લાદેશી ટીમે 2010થી 2020 વચ્ચે 88 મેચ રમી હતી. આ દરમિયાન ટીમે 50 મેચ જીતી અને 36 મેચ હારી હતી. મુર્તઝાની આગેવાનીમાં 2 મેચનું પરિણામ આવ્યું નહીં.

તેણે 2009માં એક ટેસ્ટ મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી. આ મેચ બાંગ્લાદેશે જીતી હતી. 2014થી લઈને 2017 સુધી તેણે 28 ટી20 મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી.

Tags :
BangladeshBangladesh cricketer Musharraf MritazaBangladesh NEWSwolrd newsworld
Advertisement
Next Article
Advertisement