For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

23 લાખમાં યુએઇના ગોલ્ડન વીઝાના અહેવાલ મોટો ગપગોળો

05:55 PM Jul 10, 2025 IST | Bhumika
23 લાખમાં યુએઇના ગોલ્ડન વીઝાના અહેવાલ મોટો ગપગોળો

યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અહેવાલને અફવા તેમજ ગેરમાર્ગે દોરનારુ ગણાવ્યો છે.

Advertisement

23 લાખ રૂૂપિયામાં ગોલ્ડન વિઝા મળવાના સમાચાર તદ્દન ખોટા હોવાનું ઈમિગ્રેશન વકીલે જણાવ્યું છે. અજમેરા લો ગ્રૂપના ઈમિગ્રેશન એટર્ની પ્રશાંત અજમેરાએ જણાવ્યું હતું કે, આ સમાચાર તદ્દન ખોટા છે. ભારતીયો સાથે છેતરપિંડી કરવાના ભાગરૂૂપે આ અફવા ફેલવવામાં આવી છે. અમુક કંપનીઓ ભારતીયોને ટાર્ગેટ કરી રહ્યા છે. કારણકે, મોટાભાગના ભારતીયો વિદેશ સ્થાયી થવા માગે છે. ગોલ્ડન વિઝા માટે અન્યો પાસે યુએઈ કરોડો રૂૂપિયાનું રોકાણ કરાવે છે, તો તે સાવ નજીવી રૂૂ. 23 લાખની રકમમાં કેવી રીતે કાયમી વસવાટની મંજૂરી આપી શકે?

રેયાદ ગ્રૂપ તરીકે ઓળખાતી ક્ધસલ્ટન્સીએ પ્રેસ રીલિઝ જાહેર કરી દાવો કર્યો હતો કે, યુએઈના નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા માટે અરજદારોએ હવે પ્રોપર્ટીમાં કરોડો રૂૂપિયામાં રોકાણ કરવાની જરૂૂર પડશે નહીં. માન્ય અરજદારને માત્ર 23.3 લાખમાં (AED 100000) કાયમી વસવાટ માટે મંજૂરી મેળવી શકશે.
આ રીલીઝ વિઝા પ્રોસેસિંગ કંપની VFS ગ્લોબલના નામે સર્ક્યુલેટ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પાયલટ પ્રોજેક્ટમાં ભારત અને બાંગ્લાદેશને સામેલ કરવામાં આવ્યું છે, બાદમાં ચીન અને અન્ય ઈઊઙઅ દેશોને સામેલ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement