રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વરસાદ અને શ્રીલંકા, WTCમાં ક્વોલિફાય થવા ભારતે 8માંથી 5 ટેસ્ટ જીતવી પડશે

12:28 PM Oct 01, 2024 IST | admin
Advertisement

શ્રીલંકાની સતત જીતથી ભારતના સમીકરણો બદલાયા

Advertisement

શ્રીલંકાની ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને ટેસ્ટ શ્રેણીમાં હરાવીને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું ગણિત બગાડ્યું છે. આ ગણિત બગાડવામાં વરસાદે પણ મોટો ભાગ ભજવ્યો છે. વાસ્તવમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટ રમાઈ રહી છે, જો આ મેચ ધોવાઈ જશે, તો ભારતીય ટીમનું ગણિત ખોરવાઈ જશે.
સૌથી પહેલા આપણે 2 મેચની ટેસ્ટ સીરીઝની વાત કરીએ, જેમાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 2-0થી ક્લીન સ્વિપ કર્યું છે. આ હાર બાદ કીવી ટીમ ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાનેથી 7મા સ્થાને ખસી ગઈ છે. શ્રીલંકા સતત જીત મેળવીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

હવે ન્યૂઝીલેન્ડની ટીમ પર ડબલ્યુટીસી ફાઈનલની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો છે. 8 મેચમાં 4 જીત અને 4 હાર બાદ આ ટીમ 37.50ની જીતની ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને આવી ગઈ છે. બીજી તરફ શ્રીલંકા 9 ટેસ્ટમાંથી 5મી જીત બાદ 55.55 ટકા સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે. શ્રીલંકાની ટીમ હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 2 ટેસ્ટ રમશે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમાશે. જો શ્રીલંકા બંને ટેસ્ટ શ્રેણી જીતે છે તો તે ઠઝઈ ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. આવી સ્થિતિમાં હાલમાં નંબર-1 પર રહેલી ભારતીય ટીમ માટે ખતરાની ઘંટડી વાગી શકે છે.

હાલમાં ભારતીય ટીમ ઠઝઈ પોઈન્ટ ટેબલમાં 71.67 ટકા સાથે ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 62.50 જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે. કાનપુર ટેસ્ટ પછી ભારતીય ટીમે આ ડબલ્યુટીસી સિઝન 2023-25માં માત્ર 8 વધુ મેચ રમવાની છે. જો ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવું હોય તો તેને બાકીની 8માંથી 5 ટેસ્ટ કોઈપણ ભોગે જીતવી પડશે. જો ભારતીય ટીમ આ 5 મેચ જીતી જાય છે, તો તેને અન્ય કોઈ ટીમની જીત કે હાર પર નિર્ભર રહેવું પડશે નહીં અને તે ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે તેની આગામી 8 મેચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. કિવી ટીમ સામે 3 મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમાશે. જ્યારે તેના ઘરઆંગણે કાંગારૂૂ ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

WTC પોઈન્ટ સિસ્ટમ
જીત પર 12 પોઈન્ટ
જો મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ
જો મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ
જીતેલી પોઈન્ટની ટકાવારીના આધારે ટીમોને ક્રમ આપવામાં આવે છે.
ટોપ બે ટીમો 2025માં લોર્ડ્સમાં યોજાનારી ફાઇનલમાં પહોંચશે.
જો સ્લોઓવર રેટ હોય તો માર્કસ કાપવામાં આવે છે.

Tags :
India need to win 5 outqualify for WTCworldworldnewsWTC
Advertisement
Next Article
Advertisement