For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરાલિમ્પિક ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા પીએમ મોદી

12:32 PM Aug 20, 2024 IST | admin
પેરાલિમ્પિક ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા પીએમ મોદી

આગામી 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે પેરિસ પેરાલિમ્પિક

Advertisement

પેરિસ પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી શરૂૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી છે. આ દરમિયાન તેણે પેરા શૂટર અવની લેખરા સાથે પણ વાત કરી છે. આ ગેમ્સ 28 ઓગસ્ટથી શરૂૂ થઈ રહી છે અને 8 સપ્ટેમ્બર સુધી રમાશે.

છેલ્લી પેરાલિમ્પિક્સ ભારત માટે ખૂબ જ ખાસ રહી હતી. ભારતીય પેરાલિમ્પિયનોએ 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પેરાલિમ્પિક્સમાં આ દેશનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, જેના કારણે ભારત ટેબલમાં 24મા ક્રમે હતું.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડી સાથે વાત કરતાં પેરા શૂટર અવની લેખરા સાથે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ગત પેરાલિમ્પિકમાં તમે 1 ગોલ્ડ સહિત 2 મેડલ જીતીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હતું. આ વખતે તમારું લક્ષ્ય શું છે? અવની લેખરાએ જવાબ આપ્યો કે, છેલ્લી વખતે, તે મારી પ્રથમ પેરાલિમ્પિક ગેમ્સ હતી. તેથી, હું 4 ઇવેન્ટ્સમાં ભાગ લેતી હતી અને અનુભવ મેળવતી હતો.

આ પેરાલિમ્પિક્સમાં મેં રમતગમતમાં પરિપક્વતા મેળવી છે. હું જે પણ સ્પર્ધાઓમાં ભાગ લઈશ તેમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ. મને સમગ્ર ભારતનો સાથ અને પ્રેમ મળ્યો છે. વર્ષ 2012માં માત્ર 12 વર્ષની ઉંમરે અવની લેખારાનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે તે એક અકસ્માતને કારણે પેરાલિસિસનો શિકાર બની ગઈ. પરંતુ અવનીએ હાર ન માની અને હવે તે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહી છે. અકસ્માતના ત્રણ વર્ષ બાદ જ અવનીએ શૂટિંગને પોતાની જિંદગી બનાવી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement