અમેરિકામાં ટ્રમ્પ સામે એલાને જંગ તમામ રાજ્યોના લોકો રસ્તા ઉપર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અનેક વિચિત્ર નિર્ણયો લેવાને કારણે ટીકાનો સામનો કરી રહ્યા છે, દુનિયાભરમાં વેપાર અને ટેરિફ યુદ્ધ શરૂૂ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી અમેરિકાના વિવિધ શહેરોમાં ટ્રમ્પ વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ટ્રમ્પની ઘણી નીતિઓનો વિરોધ કરવા માટે અમેરિકન જનતા રસ્તાઓ પર ઉતરી આવી છે. દેશભરમાં પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ વહીવટ અને તેની નીતિઓ વિરુદ્ધ પોસ્ટરો, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
ગુડ ટ્રબલ લિવ્સ ઓન નામનું વિરોધ આંદોલન દેશના તમામ 50 રાજ્યોમાં પોતાની હાજરી દર્શાવી ચૂક્યું છે. ન્યૂયોર્કમાં વિરોધીઓ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) બિલ્ડિંગની નજીક વિરોધપ્રદર્શન જોવા મળ્યા છે. એક વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ ગુડ ટ્રબલ લિવ્સ ઓન રાષ્ટ્રીય વિરોધ દિવસના ભાગ રૂૂપે પ્રદર્શનકારીઓ ઇમિગ્રેશન કોર્ટની બહાર એકઠા થયા હતા.
ટ્રમ્પ વિરોધી અને ઇમિગ્રેશન વિરોધી (ICE) વિરોધીઓ ન્યુયોર્ક સિટીના મેનહટનમાં ફેડરલ પ્લાઝા ખાતે ICE બિલ્ડિંગની બહાર ધરણા પર બેઠા હતા અને રસ્તો બ્લોક કર્યો હતો. ટ્રમ્પ વિરુદ્ધ આ વિરોધ એટલાન્ટા (જ્યોર્જિયા), સેન્ટ લુઇસ (મિઝોરી), ઓકલેન્ડ (કેલિફોર્નિયા) અને અન્નાપોલિસ (મેરીલેન્ડ) સહિત લગભગ 1600 સ્થળોએ થયો હતો. આમાં ટ્રમ્પ વહીવટીતંત્રના આરોગ્ય સંભાળ કાપ, ઇમિગ્રેશન નીતિઓ અને અન્ય નિર્ણયોનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમનો હેતુ સ્વર્ગસ્થ કોંગ્રેસમેન અને નાગરિક અધિકાર નેતા જોન લુઈસને શ્રદ્ધાંજલિ આપવાનો પણ હતો.