પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુકત કર્યા
12:52 PM Feb 22, 2025 IST
|
Bhumika
Advertisement
આજે વાઘાબોર્ડરે થશે સોંપણી
Advertisement
પાકિસ્તાન સરકારે તેમની જેલમાં બંધક 216 ભારતીય માછીમારમાંથી 22 માછીમારને મુક્ત કર્યા છે. આ માછીમારો વર્ષ 2021-22માં પકડાયા હતા. તેઓ આજે 22 ફેબ્રુઆરીના રોજ વાઘા બોર્ડર પર પહોંચશે. મુક્ત કરાયેલા મોટાભાગના માછીમારો બીમાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની મુક્તિના સમાચારથી પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી વારંવાર ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરે છે. પાકિસ્તાન સરકાર બોટની મુક્તિ કરતી નથી, પરંતુ માછીમારોને સમયાંતરે મુક્ત કરે છે.
Next Article
Advertisement