For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફ્રાન્સના ચાર્લી હેબ્દો હુમલા કેસના આરોપી પાક. નાગરિકને 30 વર્ષની કેદ

11:06 AM Jan 24, 2025 IST | Bhumika
ફ્રાન્સના ચાર્લી હેબ્દો હુમલા કેસના આરોપી પાક  નાગરિકને 30 વર્ષની કેદ

ફ્રાન્સમાં ચાર્લી હેબ્દો હુમલા કેસમાં પેરિસની સ્પેશિયલ ક્રિમિનલ કોર્ટે ગુરુવારે (23 જાન્યુઆરી 2025) એક પાકિસ્તાની નાગરિકને 30 વર્ષની જેલની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર વર્ષ 2020માં ફ્રેન્ચ સાપ્તાહિક વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી હેબ્દોની જૂની ઓફિસની બહાર બે લોકોને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. આ કરવા માટે તેણે છરીનો ઉપયોગ કર્યો હતો. તેના હુમલામાં બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement

ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની નાગરિક ઝહીર મહમૂદ (29 વર્ષ) 2019માં ગેરકાયદેસર રીતે ફ્રાંસમાં પ્રવેશ્યો હતો. 2015 માં, ચાર્લી હેબ્દો મેગેઝિને પ્રોફેટ મોહમ્મદનું કાર્ટૂન પ્રકાશિત કર્યું અને તેની ઓફિસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.

જ્યારે પાકિસ્તાની નાગરિકે હુમલો કર્યો ત્યારે તેને લાગ્યું કે ત્યાં ચાર્લી હેબ્દોની ઓફિસ છે, પરંતુ 2015ના હુમલા બાદ મેગેઝિને તેની ઓફિસ બદલી નાખી હતી. ત્યારબાદ અલ-કાયદા સાથે સંકળાયેલા બે માસ્ક પહેરેલા બંદૂકધારીઓ ઓફિસમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 8 એડિટોરિયલ સ્ટાફ સહિત 12 લોકો માર્યા ગયા.
ઝહીર મહમૂદ મૂળ પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારનો છે. અદાલતે અગાઉ સાંભળ્યું હતું કે મેહમૂદ કટ્ટરપંથી પાકિસ્તાની ઉપદેશક ખાદિમ હુસૈન રિઝવીથી પ્રભાવિત હતો, જેમણે પ્રોફેટનો બદલો લેવા માટે નિંદા કરનારાઓનું શિરચ્છેદ કરવાની હાકલ કરી હતી. મહમૂદને હત્યાના પ્રયાસ અને આતંકવાદી ષડયંત્ર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેના પર ફ્રાન્સમાં ફરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement