પાક.ના લશ્કરી વડા મુનીરની હકાલપટ્ટી, સાહિર શમશાદ મિર્ઝાને કમાન સોંપાઇ
આર્મી ચીફ આસિમ મુનીરની હકાલપટ્ટી બાદ તેના સ્થાને પાકિસ્તાનની ત્રણેય પાંખના વડાને પાકિસ્તાની આર્મીની કમાન કામચલાઉ રીતે સોંપવામાં આવી છે. લેફ્ટિનેંટ નજરલ સાહિર શમશાદ મિર્ઝાને 2022 માં જ જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આરિફ અલ્વી દ્વારા તેમની નિમણુંક કરવામાં આવી હતી. આસિમ મુનીરની ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાનું જણાવાઇ રહ્યું છે.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરએ પહેલગામ આતંકવાદી હુમલા માટે આતંકવાદીઓ અને તેમના આકાઓને જવાબ આપ્યો છે. પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ ભારતીયોની હત્યા કર્યા પછી, આખો દેશ શોકમાં હતો. જોકે તે સમયે પાકિસ્તાનના ટોચના નેતાઓ બડાઈ મારવામાં વ્યસ્ત હતા. જો કે પંદર દિવસ પછી, 25 મિનિટમાં 24 મિસાઇલ હુમલાઓએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી, પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. પઓપરેશન સિંદૂરથ પછીથી પાકિસ્તાનના આર્મી ચીફ અને આતંકવાદીઓના મુખ્ય આશ્રયદાતા અસીમ મુનીરનો કોઈ પત્તો નહોતો.
ભારતના ઓપરેશન સિંદૂર પછી, લોકો ભાગદોડ કરી રહ્યા છે. લોકો મોટા હુમલાની ચિંતામાં હતા, પરંતુ આર્મી ચીફ અસીમ મુનીર, જેમણે જિન્નાહની જેમ ટુ નેશન થિયરી ગર્વ કર્યો હતો, તેઓ ક્યાંય દેખાતા નહોતા. ન તો તેમના સૈનિકોમાં, ન તો માર્યા ગયેલા આતંકવાદીઓમાં. હા, જ્યારે મુનીર પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પહોંચ્યા ત્યારે ડરને કારણે તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. મુનીર એ જ વ્યક્તિ છે જે 16 એપ્રિલે ભારત વિરુદ્ધ આતંકવાદી ભાષા બોલી રહ્યો હતો.