For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક. ઘૂંટણિયે પડ્યું: ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર

11:26 AM Jul 24, 2025 IST | Bhumika
પાક  ઘૂંટણિયે પડ્યું  ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમારો દેશ તમામ પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ભારત સાથે પગંભીર અને અર્થપૂર્ણ વાતચીતથ કરવા માટે તૈયાર છે. શાહબાઝ શરીફે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જેમણે ઈસ્લામાબાદમાં વડાપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.

Advertisement

આ માહિતી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો તેમજ દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, પાકિસ્તાની પીએમએ પાકિસ્તાન-ભારતના ઘર્ષણ દરમિયાન તણાવ ઘટાડવામાં બ્રિટનની ભૂમિકાની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાન તમામ પડતર મુદ્દાઓ પર ભારત સાથે ગંભીર અને અર્થપૂર્ણ વાટાઘાટો માટે તૈયાર છે.થ

ભારતે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ પઓપરેશન સિંદૂરથ શરૂૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓથી ચાર દિવસ સુધી ભારે અથડામણ થઈ હતી, જે 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી બંધ કરવાના પરસ્પર કરાર સાથે સમાપ્ત થઈ હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પરત કરવા અને આતંકવાદના મુદ્દા પર જ પાકિસ્તાન સાથે વાત કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement