પહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓનું કાવતરું હતું. તાજેતરના એક અહેવાલમાં આવા સંકેતો આપવામાં આવ્યા છે. જોકે, ભારત સરકારે આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. 22 એપ્રિલના રોજ થયેલા હત્યાકાંડમાં 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના જવાબમાં, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું.
અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલો ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે તેના સૂચનો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. એવું પણ બહાર આવ્યું છે કે આ ઘટનાને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકવાદીઓને ખાસ સામેલ કરવામાં આવ્યા હતા.રિપોર્ટ મુજબ, ISIએ લશ્કર કમાન્ડર સાજિદ જટ્ટને જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત વિદેશી આતંકવાદીઓને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુપ્તતા જાળવવા માટે કોઈ કાશ્મીરી આતંકવાદીને સામેલ કરવામાં આવ્યો ન હતો.
આ હુમલો કરનાર જૂથનું નેતૃત્વ સુલેમાન કરી રહ્યો હતો. તે પાકિસ્તાની સ્પેશિયલ ફોર્સનો ભૂતપૂર્વ કમાન્ડો હોવાની શંકા છે.વર્ષ 2022 માં જમ્મુમાં ઘૂસણખોરી કરતા પહેલા તેણે લશ્કરના મુરીદકે ઠેકાણા પર તાલીમ લીધી હતી.સેટેલાઇટ ફોન વિશ્ર્લેષણનો ઉલ્લેખ કરતા, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સુલેમાનનું સ્થાન 15 એપ્રિલે ત્રાલમાં હતું. આ સૂચવે છે કે તે ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલા બૈસરન ખીણમાં હતો.