G-7માંથી રશિયાને કાઢવામાં ઓબામા, અન્યોની ભૂલ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને જી-7 માંથી બાકાત રાખવાના અમેરિકા અને તેના સાથી દેશોના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મને તેમને (રશિયા) જી-7 માં પાછા લાવવાનું ગમશે. તેમણે દાવો કર્યો હતો કે જો રશિયા આ જૂથનો ભાગ હોત તો યુક્રેન સંઘર્ષ ન થયો હોત.
મને લાગે છે કે તેમને હાંકી કાઢવા એ ભૂલ હતી. મને લાગે છે કે પુતિન પાછા આવવાનું પસંદ કરશે. ઓબામા અને કેટલાક અન્ય લોકોએ ભૂલ કરી અને તેમણે રશિયાને બહાર રાખ્યું. જો જી-8 અસ્તિત્વમાં હોત તો આપણને યુક્રેન સાથે સમસ્યા ન હોત તે તદ્દન શક્ય છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પમારું માનવું છે કે જ્યારે મેં ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી, ત્યારે તેઓ શાંતિ ઇચ્છતા હતા. મને લાગે છે કે જો તે યુદ્ધનો અંત લાવવા માંગતો ન હોત તો તેણે મને કહ્યું હોત. મને લાગે છે કે તે શાંતિ જોવા માંગે છે. ટ્રમ્પ વારંવાર કહે છે કે રશિયાને ફરીથી જોડાવાની મંજૂરી આપવી જોઈએ.
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા પર બોલતા, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું પયુક્રેન યુદ્ધનો અંત આવવો જ જોઇએ.થ આ યુદ્ધમાં બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય ન જોવા મળેલા મોટા પાયે યુવાનોના મોત થયા છે. આ એક હાસ્યાસ્પદ યુદ્ધ છે અને તેનો અંત આવવો જ જોઈએ.