એન.આર.આઇ. ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજનું લંડનમાં નિધન
અગ્રણી NRI ઉદ્યોગપતિ સ્વરાજ પોલનુ ગઇકાલે સાંજે (સ્થાનિક સમય અનુસાર) લંડનમા નિધન થયુ છે. પરિવારના સૂત્રોના અનુસાર તેઓ 94 વર્ષના હતા. તાજેતરમાં તેઓ બીમાર પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા હતા.
બ્રિટમાં સ્થિત કૈપારી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક પોલનો જન્મ પંજાબના જલંધરમાં થયો હતો. 1960ના દશકામાં તેઓ તેમની નાની દીકરી અંબિકાના કેંસરના ઇલાજ માટે બ્રિટન ગયા હતા. પરંતુ તેમની દીકરીનું ચાર વર્ષે જ મૃત્યુ થયું હતુ. તે પછી પોલે એક ધર્માર્થ ટ્રસ્ટના રૂૂપમાં અંબિકા પોલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થાએ શિક્ષણ અને સ્વાસ્થ્ય પહેલોના માધ્યમથી દુનિયાભરના બાળકો અને યુવાઓના કલ્યામ માટે લાખો ડોલરનું દાન આપ્યું હતું.
ગયા મહિને, લંડનના અંબિકા પોલ ચિલ્ડ્રન્સ ઝૂ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, લોર્ડ પોલે કહ્યું હતું કે આ તે જગ્યા છે જ્યાં અંબિકા સૌથી ખુશ હતી. લોર્ડ પોલે તેમના જીવનમાં ઘણું દુ:ખ જોયું હતું. તેમણે 2015માં તેમના પુત્ર અંગદ પોલ અને 2022માં પત્ની અરુણાને ગુમાવ્યા હતા. તેમની યાદમાં, તેમણે પરોપકારી કાર્ય કરવાનું ચાલુ રાખ્યું હતું.
લોર્ડ પોલ સન્ડે ટાઇમ્સના રિચ લિસ્ટમાં નિયમિત રહ્યા છે. આ વર્ષે તેમની સંપત્તિ આશરે 2 અબજ પાઉન્ડ (GBP) હોવાનો અંદાજ છે અને તેઓ 81મા ક્રમે છે. તેમની સંપત્તિનો મોટો ભાગ બહુરાષ્ટ્રીય કેપારો ગ્રુપમાંથી આવે છે, જે એક મુખ્યત્વે સ્ટીલ અને એન્જિનિયરિંગ વ્યવસાય છે. કેપારો ગ્રુપનું મુખ્ય મથક લંડનમાં છે અને તે 40થી વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, જે યુકે, ઉત્તર અમેરિકા, ભારત અને મધ્ય પૂર્વમાં કાર્યરત છે. તેમના પુત્ર આકાશ પોલ કેપારો ઇન્ડિયાના ચેરમેન અને કેપારો ગ્રુપના ડિરેક્ટર છે.