નોલાનની ‘ધ ઓડીસી’ ફિલ્મનો ક્રેઝ, રિલીઝ થવાના એક વર્ષ પહેલાં તમામ ટિકિટ બુક
17 જુલાઇ 2026ના રિલીઝ થશે, હોલિવુડની સૌથી મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે
પ્રખ્યાત હોલીવુડ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન ફરી એકવાર સિનેમા પ્રેમીઓ માટે ખાસ ભેટ લઈ આવ્યા છે. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ધ ઓડિસીના પહેલા સ્ક્રીનિંગની ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ, તે પણ ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષ પહેલા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે નોલાનની ફિલ્મ માટે આટલો ક્રેઝ જોવા મળ્યો હોય, આ પહેલા ધ ડાર્ક નાઈટ સહિતની ઘણી ફિલ્મોને આવો પ્રેમ મળ્યો છે.
આઈમેક્સે ગુરુવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા માહિતી આપી હતી કે ધ ઓડિસીથના પ્રારંભિક સ્ક્રીનિંગની ટિકિટો વેચાણ માટે ખુલતાની સાથે જ થોડી જ મિનિટોમાં સંપૂર્ણપણે વેચાઈ ગઈ હતી. આ ફિલ્મ 17 જુલાઈ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ અમેરિકાના મુખ્ય સિનેમાઘરો 17 થી 19 જુલાઈ, 2026 સુધી પ્રીવ્યૂ સ્ક્રીનીંગ માટે પહેલાથી જ હાઉસફુલ થઈ ગયા છે.
ધ ઓડિસીમાં હોલીવુડની સૌથી મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે. મેટ ડેમન, ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, રોબર્ટ પેટિન્સન, લુપિતા ન્યોંગથઓ, એન હેથવે અને ચાર્લીઝ થેરોન જેવા દિગ્ગજ સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે. આવા સ્ટાર્સની હાજરી પહેલા જ આ ફિલ્મ સમાચારમાં હતી, પરંતુ ટિકિટ બુકિંગથી હવે એ પણ સાબિત થઈ ગયું છે કે ફિલ્મ રિલીઝ થતાં જ હિટ થવાની છે.
આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે તે ગ્રીક કવિ હોમરની રચના નઓડિસીથ પર આધારિત છે. આ મહાકાવ્ય ટ્રોજન યુદ્ધમાંથી ઘરે પાછા ફરતા યોદ્ધા ઓડિસીયસની રોમાંચક, રહસ્યમય અને આધ્યાત્મિક યાત્રા દર્શાવે છે. ચાહકો નોલાન તેને કેવી રીતે રજૂ કરશે તે અંગે ખૂબ જ ઉત્સુક છે. ઓડીસી પર આધારિત ફિલ્મો પહેલા પણ બની છે. 1954 ની ફિલ્મ યુલિસિસ અને કોએન બ્રધર્સની 2000 ની ફિલ્મ ઓ બ્રધર, વ્હેર આર યુ? જેવી ફિલ્મો આ મહાકાવ્યથી પ્રેરિત છે. પરંતુ ક્રિસ્ટોફર નોલાનની વાર્તા કહેવાની અને દ્રશ્ય તકનીકોને જોતાં, આ ફિલ્મ ભવ્ય બનવાની અપેક્ષા છે.