સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કારનું એલાન: હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્ઝનાહોરકાઈને મળશે એવોર્ડ
સ્વીડનની સ્વીડિશ એકેડમીએ સાહિત્યના નોબેલની જાહેરાત કરી છે. આ વર્ષે હંગેરીના લેખક લાસ્ઝલો ક્રાસ્ઝ્નાહોરકાઈને આ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સ્વીડિશ એકેડેમીએ જણાવ્યું છે કે લાસ્ઝલોની રચનાઓ અત્યંત પ્રભાવશાળી અને દૂરંદેશી છે. તેમણે દુનિયામાં તારાજી અને ભયના વાતાવરણ વચ્ચે કળાની તાકાતનો પરિચય કરાવ્યો છે. તેમણે લખેલા પુસ્તકો સેટાનટેંગો અને ધ મેલાંકલી ઓફ રેસિસટેન્સ પર ફિલ્મો પણ બની છે. તેઓ ઊંડા વિચારો ધરાવતી ભાવુક વાર્તાઓ લખવા માટે જગવિખ્યાત છે.
હંગેરીના લેખક લાસ્જલો ક્રાસ્નાહોરકાઇ ડીપ થિકિંગની ઉદાસ વાર્તા લખે છે, તેમનું પુસ્તક 'સેન્ટાનટેન્ગો' અને 'ધ મેલાંકલી ઓફ રેસિસ્ટન્સ' પર ફિલ્મો પણ બની ચુકી છે.
લેખક લાસ્ઝલો ક્રાસ્ઝ્નાહોરકાઈનો જન્મ ૧૯૫૪માં રોમાનિયન સરહદ નજીક દક્ષિણપૂર્વીય હંગેરીના એક નાના શહેર ગ્યુલામાં થયો હતો. વિજેતાને 11 મિલિયન સ્વીડિશ ક્રોના (10.3 કરોડ રૂપિયા), સોનાનો મેડલ અને સર્ટિફિકેટ મળશે. એવોર્ડ 10 ડિસેમ્બરે સ્ટોકહોમમાં આપવામાં આવશે. ભારતીય મૂળના સલમાન રશ્દી પણ આ વખતે નોબેલની રેસમાં હતા.