કાશ્મીર પ્રશ્ને કોઇની મધ્યસ્થી સ્વીકાર્ય નથી: ટ્રમ્પને રોકડું પરખાવતા મોદી
ટ્રમ્પની વિનંતીથી વડાપ્રધાનની 35 મિનિટ ટેલિફોનિક વાતચીત, પાક.ની વિનંતીથી જ યુદ્ધવિરામ કર્યો: ઓપરેશન સિંદૂરની વિગતવાર ચર્ચા પણ વેપાર કરાર અને ભારત-પાક. સંઘર્ષની વાત નહીં: ટ્રમ્પે અમેરિકાની મુલાકાત લેવા મોદીને વિવેક કર્યો
ૠ-7 સમિટ પૂર્ણ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીતમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરી છે.
આ અંગે માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે બંને નેતાઓએ લગભગ 35 મિનિટ સુધી વાત કરી છે. મિસ્ત્રીએ કહ્યું, પભારતે પોતાનો મુદ્દો મજબૂતીથી રજૂ કર્યો છે. ભારતે પણ અમેરિકા સમક્ષ આતંકવાદ પર પોતાનો મુદ્દો મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત ૠ-7 સમિટ દરમિયાન નક્કી કરવામાં આવી હતી. વિદેશ સચિવે કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પાછા ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં. આ પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતી પર, બંને નેતાઓએ આજે ફોન પર વાત કરી.
તેઓએ લગભગ 35 મિનિટ સુધી વાત કરી. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન પર પીએમ મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. તે પછી આ પહેલી વાર હતું જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા. તેથી, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર ચર્ચા કરી. મોદીએ ટ્રમ્પને કહ્યું કે, ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં અમેરિકા સાથે કોઈ વાત થઈ નથીટ્રમ્પે ઘણી વાર દાવો કર્યો છે કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી છે. આ દરમિયાન, પીએમ મોદીએ તેમને ફોન કરીને સ્પષ્ટ કર્યું કે આમાં અમેરિકાનો કોઈ હાથ નથી.
વિક્રમ મિશ્રીએ કહ્યું, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું કે આ સમગ્ર ઘટના દરમિયાન, ભારત-અમેરિકા વેપાર કરાર અને અમેરિકા દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી અંગે કોઈપણ સ્તરે કોઈ ચર્ચા થઈ નથી. લશ્કરી કાર્યવાહી રોકવા અંગેની વાતચીત ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી રીતે બંને સેનાઓ વચ્ચે સ્થાપિત વર્તમાન ચેનલો હેઠળ થઈ હતી, આ પાકિસ્તાનની વિનંતી પર થયું હતું.સ્ત્રસ્ત્ર પીએમ મોદીએ ટ્રમ્પને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ વાતચીત દરમિયાન ટ્રમ્પને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. ટ્રમ્પે આ આમંત્રણ સ્વીકાર્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, નસ્ત્રવડાપ્રધાન મોદીએ ક્વાડની આગામી બેઠક માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આમંત્રણ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ભારત આવવા માટે આતુર છે.
ભારત સાથે ટેલીફોનિક પ્રેમાલાપ અને પાક. આર્મી ચીફ સાથે લંચ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે એટલે કે બુધવાર, 18 જૂને લંચ સમયે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને મળશે. બુધવાર માટે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રપતિ ટ્રમ્પના શેડ્યૂલમાં લખ્યું છે કે તેઓ આજે કેબિનેટ રૂૂમમાં પાકિસ્તાની જનરલ અસીમ મુનીર સાથે લંચ કરશે. અસીમ મુનીર હાલમાં અમેરિકામાં છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની લશ્કરી નેતા તેમની યુએસ મુલાકાત દરમિયાન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથને પણ મળે તેવી અપેક્ષા છે. વોશિંગ્ટન પહોંચેલા મુનીર, અમેરિકા સાથે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માંગે છે. એક અહેવાલમાં જણાવાયું છે કે આ મુલાકાત મુખ્યત્વે દ્વિપક્ષીય પ્રકૃતિની છે. છતાં 14 જૂને યુએસ આર્મીની 250મી વર્ષગાંઠની ઉજવણી સાથે સત્તાવાર રીતે જોડાયેલી નથી.