ધીંગામસ્તી નહીં, સુનિતાને કરવો પડશે શારીરિક ફેરફારોનો સામનો
અવકાશમાં રહેવાના કારણે શરીર પર અસર જોવા મળશે, હાડકાના ફ્રેકચરનું જોખમ
નાસા વતી અવકાશ યાત્રા પર ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. સુનીતા અને તેના પાર્ટનર બૂચ માત્ર 8 દિવસ માટે જ અવકાશમાં ગયા હતા, પરંતુ વાહનમાં ખરાબીના કારણે તેમને લગભગ 9 મહિના સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેવું પડ્યું હતું. લાંબો સમય અંતરિક્ષમાં જીવન વિતાવ્યા બાદ અને પૃથ્વી પર પાછા ફર્યા બાદ તેમનું જીવન ખૂબ જ પડકારજનક બનવાનું છે.
અવકાશમાં ગુરુત્વાકર્ષણ ઘટવાને કારણે શરીર પર અસર જોવા મળશે. લાંબા સમય સુધી અવકાશમાં રહેવાને કારણે અન્ય ઘણા શારીરિક ફેરફારો થઈ શકે છે. જેમાં કિરણોત્સર્ગ અને એકાંત મુખ્ય રીતે જોઈ શકાય છે.
અહેવાલ મુજબ કાવેરી હોસ્પિટલના ઓર્થોપેડિક્સ, સ્પોર્ટ્સ મેડિસિન અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો.રઘુ નાગરાજે કહ્યું છે કે અવકાશમાં લાંબો સમય વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ડો. રઘુએ જણાવ્યું કે અવકાશમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણને કારણે પીઠના નીચેના ભાગ એટલે કે હિપ અને પગના સ્નાયુઓના કદ અને શક્તિમાં ઘટાડો થવાની ધારણા છે. પગનો અવકાશમાં યોગ્ય રીતે ઉપયોગ થતો ન હોવાથી પગ આખા શરીરનું વજન નથી લેતો. આ કારણે, હાડકાના ફ્રેક્ચરનું જોખમ હોઈ શકે છે. અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા પછી, તેમને ઊભા રહેવામાં અને ચાલવામાં સમસ્યા થઈ શકે છે.લગભગ 9 મહિના સુધી અવકાશમાં રહીને પૃથ્વી પર પાછા ફરેલા સુનિતા વિલિયમ્સ અને તેના જીવનસાથી માટે માનસિક સ્વાસ્થ્ય અને એકલતાનો સામનો કરવો પણ એક મોટો પડકાર હશે. લાંબા સમય સુધી એકલતા તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય દિનચર્યાને યોગ્ય કરવામાં ઘણો સમય લાગી શકે છે.
સુનિતાના શરીરમાં દર સેક્ધડે 30 લાખ લાલ કોષોનો નાશ
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 9 મહિનાથી અટવાયેલા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર આખરે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. બુધવારે સવારે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ ફ્લોરિડા નજીક સમુદ્રમાં પડ્યું. તેનું પ્રથમ ઉતરાણ સમુદ્રમાં થયું હતું. સુનિતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર, નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને એલોન મસ્કના સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટ ડ્રેગનથી પૃથ્વી પર પાછા ફર્યા છે. પૃથ્વી પર પાછા ફરવાની તેમની 17 કલાકની યાત્રા મહાન સફળતા સાથે સમાપ્ત થઈ. વાસ્તવમાં, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 5 જૂન, 2024ના રોજ ટેસ્ટ સ્પેસક્રાફ્ટ સ્ટારલાઇનરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ઈંજજ) માટે ઉડાન ભરી હતી. ત્યાં આઠ દિવસ વિતાવ્યા બાદ તે પરત આવવાનો હતો, પરંતુ વાહનમાં ટેકનિકલ ખામી સર્જાતા તે અટવાઈ ગઈ હતી. આ 9 મહિનામાં બંનેના શરીરમાં શું ફેરફાર થયા અને શું તેમના શરીરમાં પહેલા જેવા જ હશે? જાણો.