For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવદીપનું નસીબ બે ડગલા આગળ, બીજી વાર ડિપોર્ટ

05:35 PM Feb 17, 2025 IST | Bhumika
નવદીપનું નસીબ બે ડગલા આગળ  બીજી વાર ડિપોર્ટ

Advertisement

અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોના ત્રીજા જથ્થામાં એવો યુવાન સામેલ છે જેણે 55 લાખ ખર્ચ્યા છતાં બે વાર પકડાયો

અમેરિકાથી ગેરકાયદેસર વસાહતીઓનો ત્રીજો સમૂહ રવિવારે સાંજે અમૃતસર પહોંચ્યો હતો. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં કુલ 332 લોકોને અમેરિકાથી ભારતમાં મોકલી દેવામાં આવ્યા છે.

Advertisement

ડ્રીમ અમેરિકાના ઘણા સમાચાર સોશિયલ મીડિયા પર તરતા રહે છે. લાખો રૂૂપિયા ખર્ચીને લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ હવે તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. આવી જ કહાની પંજાબના ફિરોઝપુર જિલ્લાના રહેવાસી નવદીપની છે, જેણે અમેરિકા જવા માટે બે વખત મોટી રકમ ખર્ચી હતી પરંતુ બંને વખત નસીબ તેની સાથે નહોતું.

અહેવાલ અનુસાર, નવદીપના પિતા કાશ્મીર સિંહે જણાવ્યું કે છેલ્લા 8 મહિનામાં બે વખત અમે તેને અમેરિકા મોકલવા માટે લગભગ 55 લાખ રૂૂપિયા ખર્ચ્યા. પરંતુ નસીબ બંને વખતે સાથ ન આપ્યો. નવદીપને ગેરકાયદેસર વસાહતીઓની બીજી બેચમાંથી ભારત આવવાનું હતું. પરંતુ તે બીમાર પડ્યો, જેના કારણે તેને ત્રીજા બેચમાં દેશનિકાલ કરવામાં આવ્યો.નવદીપના પિતા મીઠાઈની નાની દુકાન ચલાવે છે. તેણે જણાવ્યું કે તેનો નાનો પુત્ર એટલે કે નવદીપ ગ્રેજ્યુએટ છે. ક્યારેક તેને તેના કામમાં મદદ પણ કરતી. પરંતુ તેને મીઠાઈની દુકાનમાં કામ કરવામાં શરમ આવતી હતી. પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે તે કોઈ નોકરી કરે. પરંતુ નવદીપ અમેરિકા જવા માંગતો હતો.

નવદીપના પિતાએ જણાવ્યું કે ગયા વર્ષે તેણે પોતાની એક જમીન વેચીને 40 લાખ રૂૂપિયા ભેગા કર્યા હતા. સંબંધીઓ પાસેથી થોડા પૈસા પણ લીધા હતા. પરંતુ પુત્રની પનામા શહેરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પછી તેને ભારત મોકલી દેવામાં આવ્યો.

અમેરિકા જવાનું સપનું ફરી જાગ્યું
પનામાથી દેશનિકાલ થયા બાદ નવદીપ લગભગ બે મહિના સુધી ઘરે રહ્યો હતો. પણ તેનું અમેરિકા જવાનું સપનું મર્યું નહીં. આખરે તેણે ફરીથી તે જ એજન્ટનો સંપર્ક કર્યો જેણે અગાઉ પૈસા લીધા હતા. આ વખતે એજન્ટે 15 લાખની રકમ માંગી હતી. આ વખતે જુગાડ પણ સારું ચાલ્યું અને નવદીપ અમેરિકા પહોંચી ગયો. પરંતુ માત્ર 2 મહિના પછી પરિસ્થિતિ ફરી બદલાઈ ગઈ. નવદીપની 27 જાન્યુઆરીએ જ અમેરિકામાં અટકાયત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement