રશિયાના સંભવિત હુમલાના જવાબમાં નાટોના 8 લાખ સૈનિકો તૈનાત
તાજેતરમાં, જર્મન સરકાર દ્વારા ગોપનીય દસ્તાવેજો લીક થવાથી એક ભયંકર યોજના બહાર આવી છે. આ દસ્તાવેજો પુષ્ટિ કરે છે કે જર્મનીએ સંભવિત ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિમાં યુરોપિયન દેશોના સંરક્ષણ જોડાણ નાટો હેઠળ 8 લાખ સૈનિકો તૈનાત કરવાની યોજના બનાવી છે. આમાં અમેરિકન સૈનિકો પણ સામેલ હશે અને આ યોજના મુખ્યત્વે યુક્રેન પર વધતા હુમલા અને રશિયા દ્વારા પરમાણુ ધમકીઓ વચ્ચે તૈયાર કરવામાં આવી છે.
જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલ્ગેમેઈન ઝેઈટંગના જણાવ્યા અનુસાર, આ અહેવાલ ઓપરેશન ડ્યુશલેન્ડ નામની 1,000 પાનાની યોજનાનો એક ભાગ છે, જે યુદ્ધની સ્થિતિમાં જર્મનીના નાગરિકો અને લશ્કરી થાણાઓની સુરક્ષા માટેના પગલાં નક્કી કરે છે. દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે જર્મનીએ તેની વ્યૂહાત્મક લશ્કરી સજ્જતામાં વધારો કરતી વખતે વિવિધ જાહેર ઇમારતો અને જટિલ માળખાકીય સુવિધાઓને સુરક્ષિત કરવાનાં પગલાં પ્રસ્તાવિત કર્યા છે.
વધુમાં, નાગરિકોને યુદ્ધની સ્થિતિમાં આત્મનિર્ભરતા વધારવા માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે, જેમ કે ડીઝલ જનરેટર અને વિન્ડ ટર્બાઇનની સ્થાપના.ઓપરેશન ડ્યુશલેન્ડ માટેની યોજનામાં એવી પણ દરખાસ્ત કરવામાં આવી હતી કે લશ્કરી વાહનોને જર્મનીની અંદર સુરક્ષિત રીતે અને ઝડપથી તૈનાત કરી શકાય છે. યુદ્ધના કિસ્સામાં નાટોને મદદ કરવા માટે, જર્મન સરહદમાંથી પસાર થતા યુક્રેનમાં અંદાજિત 200,000 લશ્કરી વાહનો મોકલવાની યોજના છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ પોતાની પરમાણુ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું કે હવે રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અન્ય પરમાણુ શક્તિઓ સામે જ નહીં, પરંતુ બિન પરમાણુ, સામાન્ય શસ્ત્રો સામે પણ કરી શકે છે. પુતિનનું આ નિવેદન એક ગંભીર ખતરાની નિશાની છે, જે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને વધુ વધારી શકે છે. પુતિનની આ ધમકી બાદ જર્મનીના વિદેશ મંત્રી એન્લિના બેરબોકે કહ્યું કે તેમનો દેશ રશિયાની આ નવી નીતિથી ડરતો નથી અને તેઓ તેમની સુરક્ષા વધારવા માટે તમામ જરૂૂરી પગલાં લેશે.જર્મનીની સૈન્ય તૈયારીઓની અસર માત્ર જર્મની પુરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય યુરોપિયન દેશોએ પણ આ ખતરાને ગંભીરતાથી લીધો છે.