ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નડાલની સિધ્ધિ, 21 મિલિયન ઇન્સ્ટા ફોલોઅર્સ ધરાવતો પ્રથમ ટેનિસ ખેલાડી

01:46 PM Mar 05, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

2023માં ઈજાને કારણે ટેનિસ કોર્ટથી દૂર રહેનાર દિગ્ગજ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે ઇન્સ્ટાગ્રામ પર મોટી સિદ્ધિ મેળવી છે. સ્પેનમાં જન્મેલો રાફેલ નડાલ 2015માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયો હતો. જાન્યુઆરી 2024માં એક વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરનાર નડાલ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતો ટેનિસ સ્ટાર બન્યો છે. તેના ઇસ્ટાગ્રામ પર 21 મિલ્યન ફોલોઅર્સ થયા છે.

Advertisement

આ પહેલાં કોઈ ટેનિસ સ્ટાર 1 મિલ્યન ફોલોઅર્સ મેળવી શક્યો નથી. રાફેલ નડાલ 6 માર્ચથી ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં તેની 2024 સીઝન ફરી શરૂૂ કરવા તૈયાર છે. બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ખાતે જોર્ડન થોમ્પસન સામે ક્વોર્ટર ફાઇનલમાં હારતી વખતે તેને ઈજા થઈ હતી. ઈજાને કારણે તેણે ઑસ્ટ્રેલિયન ઓપન અને કતાર ઓપનમાંથી ખસી જવાની ફરજ પડી હતી.

 

સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો ટેનિસ પ્લેયર
નડાલ -21 મિલ્યન
સેરેના વિલિયમ્સ- 17.2 મિલ્યન
નોવાક જોકોવિચ- 14.4 મિલ્યન
રોજર ફેડરર- 12.1 મિલ્યન

Tags :
Instagram followersworldWorld News
Advertisement
Advertisement