રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓલિમ્પિકના ઉદ્ઘાટન પહેલાં પેરિસ રેલવે નેટવર્ક ઉપર ભેદી હુમલા

04:57 PM Jul 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ફ્રાન્સની પેરિસને જોડતી ચારમાંથી ત્રણ મુખ્ય રેલવે લાઇનના સિગ્નલો અને ટ્રેકિંગ ઉપકરણોમાં તોડફોડ- આગચંપીથી હાઇસ્પીડ રેલ વ્યવહાર ઠપ, 8 લાખ મુસાફરો ફસાયા

અજાણ્યા જૂથે યોજનાબધ્ધ રીતે અનેક સ્થળે હુમલા કર્યા, ત્રાસવાદી કૃત્યની પણ શંકા, સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવતી ઘટના

યુરોપીયન દેશ ફ્રાન્સનાં પચરંગી શહેર પેરિસમાં આજે ઓલમ્પિક રમતોત્સવની ઓપનીંગ સેરેમની પૂર્વે પેરિસના સ્થાનિક સમય સવારે 5.15 વાગ્યા આસપાસ અન્ય શહેરોમાંથી પેરીસ તરફ આવતી ટે્રનોના નેટવર્ક ઉપર અજાણ્યા જુથે આયોજનબધ્ધ રીતે ભેદી હુમલો કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ ઓલમ્પિક ગેમ્સની ઓપનીંગ સેરેમનીના લગભગ 10 કલાક પહેલા પેરીસના રેલવે સ્ટેશનોમાં એક સાથે તોડફોડ અને આગજનીની ઘટના બની છે. જેના પગલે હાઇસ્પીડ ટ્રેન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો છે અને લગભગ આઠ લાખ લોકો ફસાઇ ગયા છે અથવા તો પ્રભાવિત થયા છે.
આ સામુહિક હુમલાની ઘટના અંગે કોઇજુથે હજુ સુધી જવાબદારી લીધી નથી અને ત્રાસવાદી હુમલાની શંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. જો કે કોઇપણ ઓથોરીટી દ્વારા બપોર સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મળતા અહેવાલો મુજબ ફ્રાન્સમાં કુલ 4 મુખ્ય હાઇસ્પીડ રેલવે કોરિડોર છે જે આખા દેશને પેરિસ સાથે જોડે છે. આ ચાર પૈકી ત્રણ રેલવે લાઇન અટલાન્ટિક, નોર્ધન અને ઇસ્ટર્ન ઉપર આ હુમલા થતા રેલવે વ્યવહાર અટકાવી દેવાયો છે. આ હુમલાની ઘટના પેરિસથી 144થી 160 કી.મી. દુરના સ્ટેશનો ઉપર બની છે.

એસએનસીએફના વડાએ જણાવ્યું હતું કે, પેરિસના પશ્ચિમ, ઉતર અને પૂર્વમાં ચાલતી જીટીવી લાઇનો ઉપર અલગ-અલગ સ્થળે રેલવે સિગ્નલો, ટ્રેકિંગ ઉપકરણોમાં તોડફોડ કરી સળગાવી દેવામાં આવ્યા છે. કોઇ જુથે ચોકકસ યોજના પુર્વક આ કૃત્ય આચરી હાઇસ્પીડ રેલવે નેટવર્ક ખોરવી નાખવા પ્રયાસ કર્યો છે. આ હુમલાથી લંડન અને પેરિસ વચ્ચેનો તેમજ મધ્ય યુરોપના અન્ય દેશો સાથેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે.

Tags :
attacksOlympicsParis railway networkworld
Advertisement
Next Article
Advertisement