અંબાણી-અદાણીની નેટવર્થ કરતાં મસ્કની 1 વર્ષમાં વધુ કમાણી
2024માં રિલાયન્સે પહેલીવાર નેગેટિવ રિટર્ન આપ્યું: અબજોપતિની યાદીમાં બન્નેનું સ્થાન નીચે સરક્યુ
વર્ષ 2024માં વિશ્વના ટોચના 20 અબજોપતિઓમાંથી 16ની સંપત્તિમાં વધારો થયો છે જ્યારે ચારને નુકસાન થયું છે. ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ ગયા વર્ષે તેમની નેટવર્થ ગુમાવનારાઓમાં સામેલ હતા. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 10 વર્ષમાં પહેલીવાર નેગેટિવ રિટર્ન આપ્યું છે. આ કારણે અંબાણીની કુલ સંપત્તિમાં 5.74 અબજ ડોલરનો ઘટાડો થયો અને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 17માં સ્થાને આવી ગયા. અદાણીને ગયા વર્ષે 5.60 બિલિયનનું નુકસાન થયું હતું અને તે અમીરોની યાદીમાં 19મા સ્થાને સરકી ગયા હતાં. એલોન મસ્ક 2024માં સૌથી વધુ કમાણી મામલે નંબર 1 રહ્યા. ગયા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની નેટવર્થમાં 203 બિલિયનનો વધારો થયો છે, જે અંબાણી અને અદાણીની સંયુક્ત નેટવર્થ કરતાં વધુ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણીની કુલ સંપત્તિ 90.6 બિલિયન છે જ્યારે અદાણીની નેટવર્થ 78.7 બિલિયન છે. એલોન મસ્ક 432 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્ક પછી, માર્ક ઝકરબર્ગે ગયા વર્ષે સૌથી વધુ 79.2 બિલિયનની કમાણી કરી હતી. Nvidia CEO જેન્સન હુઆંગની નેટવર્થ 70.3 બિલિયન વધી છે, જ્યારે લેરી એલિસનની નેટવર્થ 69.2 બિલિયન વધી છે. એમેઝોનના જેફ બેઝોસે 61.8 અબજ ડોલરની કમાણી કરી છે. માઈકલ ડેલની નેટવર્થમાં 45.2 બિલિયનનો વધારો થયો છે જ્યારે લેરી પેજે 41.8 બિલિયનની કમાણી કરી છે.
ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ સૌથી વધુ ગુમાવનાર હતા. આર્નોલ્ટ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની, LVMH Mo””t Hennessy“p CEO છે. આર્નોલ્ટ અને તેનો પરિવાર આ કંપનીમાં LVMHમાં 47.5% હિસ્સો ધરાવે છે. આ લક્ઝરી હાઉસમાં હાલમાં 70થી વધુ બ્રાન્ડ્સ છે. આમાં લુઈસ વીટન, ક્રિશ્ચિયન ડાયો, ફેન્ડી, મોએટ એન્ડ ચાંડન, હેનેસી, સેફોરા અને વેવ ક્લીકકોટનો સમાવેશ થાય છે. બર્નાર્ડ ક્રિશ્ચિયન ડાયરમાં 96.5 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે તેમની કુલ સંપત્તિમાં 31.2 બિલિયનનો ઘટાડો થયો હતો. તે 176 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા સ્થાને સરકી ગયો છે.