ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોદી-ટ્રમ્પ મુલાકાત: નામ બડે દર્શન ખોટે

11:15 AM Feb 15, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

વૈશ્ર્વિક મીડિયાના મત મુજબ બન્ને નેતાઓની ગોષ્ઠિમાં વેપાર તણાવ ઘટાડવા કોઇ પગલાં લેવાયા નથી

અમેરિકા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઞજના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી બેઠકમાં વેપાર, સેમિક્ધડક્ટર, ટેરિફ અને સંરક્ષણ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની ધમકી બાદ બંને દેશોના નેતાઓ પહેલી વાર મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં ટેરિફનો સામનો કરવાના પગલાં પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું હતું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં), સેમિક્ધડક્ટર અને ખનિજો જેવા મુખ્ય ક્ષેત્રોમાં વેપારને પ્રોત્સાહન આપવા માટે કરાર થયા હતા. રોઇટર્સે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દાને પણ મહત્વ આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ ખાતરી આપી હતી કે, ભારત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેના નાગરિકોને પાછા લેવા માટે તૈયાર છે અને માનવ તસ્કરી નેટવર્કને ખતમ કરવાની વાત કરી હતી.

સમાચાર એજન્સી અઋઙએ જણાવ્યું હતું કે, મોદી-ટ્રમ્પ મુલાકાત ચીનના પ્રભાવનો સામનો કરવા માટે અમેરિકાની મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતી. અઋઙ એ જણાવ્યું હતું કે મોટા નિવેદનો છતાં, વેપાર તણાવને ઉકેલવા માટે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે, ભારત અમેરિકામાંથી તેલ અને ગેસની આયાત વધારવા માંગે છે જેથી બંને દેશો વચ્ચે વેપાર સંતુલન જળવાઈ રહે. આ તરફ ઇઇઈએ અહેવાલ આપ્યો છે કે, મોદી-ટ્રમ્પ મુલાકાત મોટે ભાગે પ્રતીકાત્મક હતી, જેમાં વેપાર વિવાદો પર કોઈ વિકાસ થયો ન હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ આ પ્રસંગનો ઉપયોગ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટે કર્યો.

Tags :
AmericaAmerica newsDonald Trumppm modiworldWorld News
Advertisement
Next Article
Advertisement