ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલ્હીમાં સગીરા ઉપર બળાત્કાર ગુજારી પાંચમા માળેથી નીચે ફેંકી

11:33 AM Jul 25, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પીડિતા ઉપર અગાઉ પણ સામૂહિક રેપ થયો હતો

Advertisement

રાજધાની દિલ્હીના દ્વારકા ઉત્તર વિસ્તારમાં 16 વર્ષની બાળકી પર બંદૂકની અણીએ બળાત્કારનો મામલો સામે આવ્યો છે. જ્યારે તેણીએ વિરોધ કર્યો તો આરોપીએ પીડિતાને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી. માહિતી મળતા જ પીડિતાના પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે તેની તબિયત વધુ ખરાબ થતાં તેને ડીડીયુ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બીજી તરફ ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પીડિતાના નિવેદનના આધારે પોલીસે બળાત્કાર, હત્યાનો પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

પીડિતા પર અગાઉ પણ સામૂહિક બળાત્કાર થયો હતો. તે કેસના આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ યુવતી પર નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. પરિવારે આ જ છોકરાઓ પર શંકા વ્યક્ત કરી છે. જોકે, આ કેસની તપાસ કરી રહેલી પોલીસે આ વાતને નકારી કાઢી છે.

પોલીસનું કહેવું છે કે આરોપી અને યુવતી પહેલેથી જ એકબીજાને ઓળખે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા તેના પરિવાર સાથે દ્વારકા વિસ્તારમાં રહે છે. સોમવારે પિતા કોઈ કામથી દિલ્હીથી બહાર ગયા હતા. માતા પણ અન્ય બાળકો સાથે બહાર હતી.

આ દરમિયાન આરોપી ત્યાં પહોંચી ગયો અને યુવતીને પિસ્તોલ બતાવી તેને નજીકના બિલ્ડિંગમાં લઈ ગયો. ત્યાં આરોપીએ પાંચમા માળના ટેરેસ પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો આરોપીએ યુવતીને ત્યાંથી ફેંકી દીધી. રાહદારીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. બાદમાં તેને ડીડીયુ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

Tags :
delhidelhinewsworldworldnews
Advertisement
Advertisement