વિનાશક પૂર બાદ ગ્રીક બંદરે લાખો ટન મૃત માછલીઓ છવાઇ
12:34 PM Aug 31, 2024 IST | admin
કુદરત સાથે છેડછાડનું પરિણામ માનવ સમુદાય ભોગવી રહ્યો છે. તાજેતરમાં ગ્રીકમાં વિનાશક પુર બાદ હવે આ પુરના કારણે મીઠા પાણીમાંથી બહાર ફેકાવાના કારણે લાખો માછલીઓના મોતે નવી સમસ્યા સર્જી છે. લાખો માછલીઓના મોતના કારણે બંદર ઉપર ભયાનક દુર્ગંધ ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઇ છે. મૃત માછલીઓના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. 24 ક્લાકમાં 40 ટન માછલીઓ એકત્ર કરવામાં આવ્યા બાદ પણ આ સમસ્યા યથાવત છે.
Advertisement
Advertisement