રશિયા વતી ચીન-પાક., ઉઝબેકિસ્તાનના ભાડુતી સૈનિકો લડે છે: યુક્રેન
ઝેલેન્સકી અગાઉ ચીન, ઉત્તર કોરિયા માટે આવી વાત કરી ચૂકયા છે
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગઇકાલે એક મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેમના દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં યુક્રેનિયન સૈનિકો રશિયા વતી લડી રહેલા વિદેશી ભાડૂતી સૈનિકોનો સામનો કરી રહ્યા છે.
આ સૈનિકોમાં ચીન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના કેટલાક ભાગોના લોકો શામેલ છે. ઝેલેન્સકીએ આ મામલે કડક પ્રતિક્રિયા આપવાની વાત કરી છે.
ઝેલેન્સ્કીએ અગાઉ રશિયા પર ચીની લડવૈયાઓની ભરતી કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને બેઇજિંગે સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો. આ ઉપરાંત, ઉત્તર કોરિયાએ રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં હજારો સૈનિકો પણ મોકલ્યા છે. તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાનના દૂતાવાસો તરફથી પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રશિયાએ પણ ઝેલેન્સ્કીના દાવાઓ પર તાત્કાલિક કોઈ જાહેર ટિપ્પણી કરી નથી.