ઈરાકના મોલમાં ભીષણ આગ 50 લોકો ભડથું, અનેક ઘાયલ
ઇરાકના વાસિત પ્રાંતના અલ-કુટ શહેરમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી, જેના કારણે ઓછામાં ઓછા 50 લોકો જીવતા બળી ગયા હોવાની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનાએ સમગ્ર ઇરાકને હચમચાવી દીધું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના ગુરુવારે સાંજના સમયે બની હતી, જ્યારે મોલના અંદરના ભાગમાં આગ ફાટી નીકળી હતી.
આગ લાગવાના કારણે મોલની અંદર રહેતા લોકો અને સ્ટાફને બહાર નિકળવા પૂરતો સમય મળ્યો નહીં, જેના કારણે મોતનો આંકડો ઝડપથી વધ્યો. વાયરલ થતા વીડિયો અને તસવીરોમાં ઇમારતના ઉપલા માળો આભસાથી લપસતો દેખાઈ રહ્યો છે અને ધૂમાડાની ઘાટી અંદર જ ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા મુશ્કેલ બનાવી રહી છે.
અગ્નિશામક દળો ઘટના સ્થળે તરત પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂૂ કર્યો હતો, પરંતુ અગ્નિકાંડ એટલો ગંભીર હતો કે આખા મોલમાં આગ ફેલાવા માટે થોડોક સમય જ લાગ્યો. પાંચ માળની આ વ્યસ્ત ઇમારત શનિવાર અને રજાના દિવસો માટે ભારે ભીડ રાખતી હતી, તેથી મૃત્યુઆંક વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વાસિતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા આશરે 50 સુધી પહોંચી છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક અનુમાન પ્રમાણે એઈર ક્ધડીશનિંગ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે આગ લાગેલી હોવાની શક્યતા છે. ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે 48 કલાકમાં પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. હાલમાં મોલ બંધ કરી દેવાયો છે.