ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધી

10:10 AM Jul 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

 

પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. અહેવાલ મુજબ, હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા. તેઓ ક્વેટાથી લાહોર જઈ રહ્યા હતા, પરંતુ બલુચિસ્તાનના ઝોબ વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો.

બલુચિસ્તાનનો વિસ્તાર ખૂબ જ અશાંત છે અને અહીં આવી ઘટનાઓ વારંવાર બને છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સહાયક કમિશનર ઝોબ નવીદ આલમે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝોબ વિસ્તારમાં એક બસ રોકી હતી અને પછી મુસાફરોને તેમની ઓળખ પૂછી હતી. આ પછી, 9 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નવીદ આલમે કહ્યું કે બધા મુસાફરો પંજાબના વિવિધ વિસ્તારોના હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

બસ હુમલાની ઘટનાની જવાબદારી અત્યાર સુધી કોઈ સંગઠને લીધી નથી. જોકે, આ પહેલા પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં બલુચિસ્તાન સંગઠનોએ આવા હુમલા કર્યા છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા શાહિદ રિંદે તેને આતંકવાદી ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા અને પછી તેમની ઓળખ પૂછી. તેમણે 9 નિર્દોષ લોકોની હત્યા કરી.

બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું

આ વર્ષે માર્ચમાં, બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. ટ્રેનમાં 400 થી વધુ મુસાફરો હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બલૂચ આર્મીએ મુસાફરો તેમજ કેટલાક પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. દરમિયાન, એવા સમાચાર પણ બહાર આવ્યા છે કે ત્રણ બંદૂકધારીઓએ ક્વેટા અને મસ્તુંગ સહિત કેટલીક જગ્યાએ હુમલો કર્યો છે, પરંતુ બલૂચ સરકારના પ્રવક્તા રિંદે કહ્યું છે કે સુરક્ષા દળો દ્વારા તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.

Tags :
attackBalochistanBalochistan newsdeathMajor attackpakistanpakistan newsworldWorld News
Advertisement
Advertisement