રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હદ થઇ ગઇ, પાકિસ્તાની બોક્સર સાથી ખેલાડીના પૈસા ચોરી ઇટાલીમાંથી ગાયબ

12:31 PM Mar 06, 2024 IST | admin
Advertisement

પાકિસ્તાનની બોક્સિંગ ટીમ હાલમાં ઈટાલીમાં છે અને આ ટીમના એક સભ્યએ કંઈક એવું કર્યું કે સાંભળનારાઓ ચોંકી ગયા. સ્થિતિ એવી બની કે ફેડરેશને આગળ આવીને મામલો જાહેર કરવો પડ્યો. પાકિસ્તાન ટીમનો ઝોહેબ રાશિદ ઈટાલીમાં હતો. તે ટીમ સાથે ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો. પરંતુ તે અચાનક ગુમ થઈ ગયો હતો. પાકિસ્તાન એમેચ્યોર બોક્સિંગ ફેડરેશને એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.ફેડરેશનના એક વરિષ્ઠ અધિકારીએ ઈટાલીમાં પાકિસ્તાની દૂતાવાસને પણ આની જાણકારી આપી છે. આ ઉપરાંત આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ બોક્સર પાંચ સભ્યોની ટીમનો ભાગ હતો નાસિરે જણાવ્યું કે જોહેબ મહિલા બોક્સર લૌરા ઈકરામ સાથે ટ્રેનિંગ માટે ગયો હતો અને ત્યાંથી તેણે તેના રૂૂમની ચાવી લીધી અને તેના રૂૂમમાંથી વિદેશી ચલણ લઈને ભાગી ગયો. તેણે કહ્યું કે પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે, પરંતુ તે કોઈના સંપર્કમાં નથી. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પાકિસ્તાની ખેલાડી ટીમની સાથે ગયો હોય અને ટીમ પ્રવાસની વચ્ચે છોડીને ભાગી ગયો હોય. ઝોહેબે ગયા વર્ષે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તેને પાકિસ્તાનનો પ્રતિભાશાળી ખેલાડી માનવામાં આવે છે.

Advertisement

Tags :
ItalypakistanPakistani boxerworldWorld News
Advertisement
Next Article
Advertisement