લી જે મ્યુંગ દ.કોરિયાના નવા રાષ્ટ્રપતિ, કિમ-મૂન-સૂની હાર
દક્ષિણ કોરિયામાં યોજાયેલી ખાસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી જે-મ્યુંગે રૂૂઢિચુસ્ત ઉમેદવાર કિમ મૂન-સૂ પર મોટા માર્જિનથી જીત મેળવી હતી.અત્યાર સુધીમાં 85% થી વધુ મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને કિમ મૂન-સૂએ પોતાની હાર સ્વીકારી લીધી છે. આ જીત માત્ર રાજકીય પરિવર્તનનું જ નહીં પરંતુ લોકશાહી પુનરુજ્જીવનનું પણ પ્રતીક બની ગઈ છે.
લી જે-મ્યુંગે તેમના ચૂંટણી અભિયાનને પીપલ્સ જસ્ટિસ ડે તરીકે ઓળખાવ્યું અને યુનની સરકારને બિનલોકશાહી માનસિકતા, ન્યાયિક સંસ્થાઓને નબળી પાડતી અને લોકોના અધિકારોનું દમન કરતી હોવાનું દર્શાવ્યું. તેમણે કહ્યું કે આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તન નથી પરંતુ લોકોના સ્વાભિમાનની વાપસી છે. આ વિશેષ ચૂંટણીમાં 80% થી વધુ મતદાન નોંધાયું હતું, જે 1997 પછી સૌથી વધુ છે.61 વર્ષીય લી જે-મ્યુંગનું જીવન સંઘર્ષોથી શરૂૂ થયું અને સિદ્ધાંતો સાથે આગળ વધ્યું. તેમણે પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું, બાળ મજૂર તરીકે કામ કર્યું. તેમણે પોતે અભ્યાસ કર્યો અને કાયદાની ડિગ્રી મેળવી. તેમણે માનવ અધિકાર વકીલ તરીકે શરૂૂઆત કરી. ત્યારબાદ તેઓ સેઓંગનામના મેયર અને પછી ગ્યોંગગી પ્રાંતના ગવર્નર બન્યા. લી જે-મ્યુંગ 2022 ની રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા, પરંતુ રાજકારણમાંથી પાછા હટ્યા નહીં. તેમણે વિરોધ પક્ષનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું.
જાન્યુઆરી 2024 માં બુસાનની મુલાકાત દરમિયાન, એક વ્યક્તિએ ઓટોગ્રાફ માંગવાના બહાને તેની ગરદન પર 7 ઇંચ લાંબી છરી વડે હુમલો કર્યો. આ હુમલાથી તેઓ ડર્યા નહીં, પરંતુ તેમની છબી વધુ મજબૂત બની.