બાંગ્લાદેશ છોડી દો અથવા પૈસા આપો, હિન્દુઓ પાસેથી ખંડણી માગવાનું શરૂ
હિન્દુઓના રક્ષણની વચગાળાની સરકારના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા હુમલાઓ ચિંતાનું કારણ બની રહ્યા છે. શેખ હસીનાના દેશ છોડ્યા પછી પણ ત્યાં હિંસક ઘટનાઓ થમવાનું નામ લેતી નથી. તોફાની તત્વો ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. ઝઘઈંના રિપોર્ટ અનુસાર, નિમય હલદર (બદલાયેલું નામ), જે વિદ્યાર્થી વિઝા પર ભારત આવ્યો હતો. તેનો દાવો છે કે ગયા અઠવાડિયે, તેને ઘણા ધમકીભર્યા કોલ આવ્યા, જેમાં લાખો રૂૂપિયાની સુરક્ષા રકમ આપવા અથવા બાંગ્લાદેશ છોડવા માટે કહેવામાં આવ્યું.
રિપોર્ટ મુજબ, નિમય હલદર (બદલાયેલું નામ) બાંગ્લાદેશથી મહારાષ્ટ્રની એક એન્જિનિયરિંગ કોલેજમાં વિઝા લઈને અભ્યાસ કરવા આવ્યા હતા. તેના વૃદ્ધ માતા પિતા ચટગાંવમાં બંદર શહેરની એક કોલોનીમાં રહે છે, જ્યાં અન્ય હિન્દુઓ પણ રહે છે. હલદરે કહ્યું કે તોફાની તત્વો લઘુમતીઓના ઘરોની ઓળખ કરી તે ઘરોના માલિકોને 5 લાખ ટકાની ખંડણી માટે કોલ કરી રહ્યા છે.
નિમય હલદરે કહ્યું કે એક વ્યક્તિએ કોલ કરીને પોતાને એક ઇસ્લામિક જૂથનો સભ્ય ગણાવતા ગુસ્સામાં કહ્યું, પજો તમે સુરક્ષા રકમ નથી આપી શકતા તો દેશ છોડી દો અથવા મૃત્યુનો સામનો કરો.અન્ય લોકોને પણ આવા જ કોલ્સ આવ્યા હતા. હલદરે કહ્યું, પહું અહીં નોકરી મળ્યા પછી ઢાકા ચાલ્યો ગયો, પરંતુ મારા માતા પિતા અને સગાઓ ચટગાંવમાં રહે છે. તેનું કહેવું છે કે મુસ્લિમ જૂથોની ભીડ ગ્રામીણ બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરોને મારી રહી છે અને લૂંટી રહી છે, પરંતુ શહેરોમાં રહેતા લોકો સુરક્ષિત છે. હલદરે કહ્યું કે ખંડણીના કોલે અમને હેરાન અને પરેશાન કરી દીધા છે.