કાઇલી જેનર સૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટી
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂૂખ ખાનને કિંગના બિરુદથી સંબોધવામાં આવે છે. આજે પણ તે ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા છે. તેમની નેટવર્થ પણ સૌથી વધુ છે. પરંતુ આ પછી પણ અભિનેતા વાર્ષિક કમાણીના મામલામાં ઘણા આંતરરાષ્ટ્રીય સેલેબ્સથી પાછળ છે.
અમે વાત કરી રહ્યા છીએ ઈન્ટરનેશનલ મોડલ કાઈલી જેનરની. કાઈલીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે અને તેની બહેનો કરતાં પણ આગળ નીકળી ગઈ છે. તે ઈન્ટરનેશનલ સ્ટાર કિમ કાર્દાશિયન કરતા પણ વધુ કમાણી કરનારી સેલિબ્રિટી બની ગઈ છે. તે એક વર્ષમાં એટલા પૈસા કમાય છે કે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
તેણે એક વર્ષમાં 4000 કરોડ રૂૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ આંકડા વર્ષ 2020ના છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2020માં કાઈલી જેનરે કુલ 49,80,51,74,500 રૂૂપિયાની કમાણી કરી હતી. આ આંકડો ઘણો ઊંચો છે અને કોઈપણ સેલેબ માટે આ કરવું સરળ કામ નથી. જો આપણે તેમની સરખામણી ઈન્ડસ્ટ્રીની ટોપ હસ્તીઓ સાથે કરીએ તો આ યાદીમાં ઘણા નામ સામેલ છે. પરંતુ આ મોટા અને અનુભવી નામો પણ પૈસાના મામલામાં 27 વર્ષની કાઈલી જેનરને પાછળ છોડી શક્યા નથી. કાઈલી જેનરની વાત કરીએ તો તેની સરખામણી શાહરૂૂખ અને ટોમ ક્રૂઝ જેવા વિશ્વ વિખ્યાત કલાકારો સાથે કરવામાં આવે છે.
તે પોતાના કામ પ્રત્યે પણ ખૂબ જ પ્રતિબદ્ધ છે. તેમની બ્રાન્ડ વેલ્યુ પણ હલકી નથી. પરંતુ આ પછી પણ આ બંને કલાકારો કમાણી મામલે કાઈલીથી પાછળ છે. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સ્ટાર ટેલર સ્વિફ્ટ પણ કાઇલીથી આગળ નથી નીકળી શકી. રિપોર્ટ્સનું માનીએ તો બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાન વર્ષમાં 238 કરોડ રૂૂપિયા કમાય છે. આ સિવાય જો ટોમ ક્રૂઝની વાત કરીએ તો તે એક વર્ષમાં 422 કરોડ રૂૂપિયા કમાય છે. ઇન્ટરનેશનલ આઇકન ટેલર સ્વિફ્ટ વિશે વાત કરીએ તો તે એક વર્ષમાં સરેરાશ 1000 કરોડ રૂૂપિયાની કમાણી કરે છે. જો આપણે આ ત્રણેય વિશે વાત કરીએ તો તેઓ એકસાથે કાઈલી જેનરની વાર્ષિક કમાણી કરતાં ઘણા પાછળ છે.