રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એલોન મસ્કને પછાડી જેફ બેઝોસ બન્યા સૌથી ધનવાન

11:25 AM Mar 05, 2024 IST | admin
Advertisement

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમને ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક એલન મસ્કને પાછળ છોડી દીધા છે. એલન મસ્ક બીજા સ્થાને આવી ગયો છે. બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં આ ફેરફાર જોવા મળ્યો છે.

Advertisement

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પાસે હાલ 200 બિલિયન ડોલરની સંપત્તિ છે અને હવે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે. આ વર્ષે અત્યાર સુધીમાં જેફ બેઝોસની સંપત્તિ 23.4 બિલિયન ડોલર વધી છે જ્યારે એલન મસ્કની નેટવર્થ 31.3 બિલિયન ડોલર ઘટી છે. હાલમાં ગ્લોબલ માર્કેટમાં એલન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તેની નેટવર્થ ઘટી છે.બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં ભારતના અરબપતિ બિઝેનસમેન મુકેશ અંબાણી 115 બિલિયન ડોલર સાથે 11મા સ્થાને જ્યારે 104 બિલિયન ડોલર સાથે 12 સ્થાને છે.

 

બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં ટોચના 10 અમીરોના નામ
ધનિકોના નામ     કુલ સંપત્તિ
જેફ બેઝોસ          200 બિલિયન ડોલર
એલોન મસ્ક         198 બિલિયન ડોલર
બર્નાર્ડ આર્નોલ્ટ   197 બિલિયન ડોલર
માર્ક ઝુકરબર્ગ      179 બિલિયન ડોલર
બીલ ગેટ્સ          150 બિલિયન ડોલર
સ્ટીવ બાલ્મર      143 બિલિયન ડોલર
વોરેન બફેટ         133 બિલિયન ડોલર
લેરી એલિસન      129 બિલિયન ડોલર
લેરી પેજ              122 બિલિયન ડોલર
સેર્ગેઈ બ્રિન         116 બિલિયન ડોલર

Tags :
Elon MuskJeff Bezosrichest manworldWorld News
Advertisement
Next Article
Advertisement