ઈરાનમાં ઈઝરાયલની જાસૂસ ‘બ્લેક વિડો’નો હાહાકાર
બે વર્ષ પહેલાં એન્ટ્રી કરી શિયા ઈસ્લામ સ્વીકાર્યો; અધિકારીઓના બેડરૂમ સુધી પહોંચી અનેક રાઝ ઈઝરાયલ મોકલ્યા
આ કોઈ કાલ્પનિક જાસૂસી ફિલ્મ નથી, પરંતુ એક વાસ્તવિકતા ભરી વાત છે. જેણે સમગ્ર મધ્ય પૂર્વ અને વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં થયેલો આ ચોંકાનારો ખુલાસો બતાવે છે કે કેવી રીતે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે તેના સૌથી સાહસિક મિશનમાંથી એકને પાર પાડ્યું હતું. તે પણ એક મહિલા એજન્ટે આ સમગ્ર મિશન પાર પાડ્યું હતું. જેણે માત્ર દુશ્મન દેશમાં ઘૂસણખોરી જ નહીં, પરંતુ અધિકારીઓના સૌથી ખાનગી ગણાતા રૂૂમથી માંડી જીવનમાં પણ પ્રવેશ મેળવ્યો.
આ એજન્ટનું નામ કેથરિન પેરેઝ શેકેડ છે. જે ફ્રેન્ચ મૂળની હોવાનું કહેવાય છે. તે સુંદર, તીક્ષ્ણ અને ગુપ્તચર તાલીમમાં નિષ્ણાત હતી. બે વર્ષ પહેલાં, તેણી ઈરાનમાં પ્રવેશી અને પોતાને ધાર્મિક સાધક કહીને ઈરાની સમાજ સાથે ભળી ગઈ. તેણીએ શિયા ઇસ્લામ સ્વીકાર્યો અને ધીમે ધીમે પમહેમાન તથા ધાર્મિક વ્યક્તિથ તરીકે ટોચના ઈરાની અધિકારીઓના ઘરોમાં પ્રવેશ કર્યો.
કેથરિન પહેલા ધાર્મિક ઉપદેશોમાં રસ દાખવીને અધિકારીઓની પત્નીઓ સાથે મિત્રતા કરી. પછી તેણીએ વિશ્વાસનું એવું વાતાવરણ બનાવ્યું કે તેણીને ઘરના દરેક ખૂણામાં પ્રવેશવાની સ્વતંત્રતા મળી.
તેણીને ઘણા અધિકારીઓના બેડરૂૂમમાં પણ પ્રવેશ મેળવી લીધો. જ્યારે ઈરાનની સુરક્ષા એજન્સીઓ સામાન્ય નાગરિકોના મોબાઈલ ફોન પણ સ્કેન કરતી હતી, ત્યારે કેથરિન ઘરોના ફોટા, સુરક્ષા મથકોનું સ્થાન અને અન્ય સંવેદનશીલ માહિતી મોસાદને મોકલતી રહી પરંતુ કોઇને ખબર પણ નહોતી.
જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધ્યો, ત્યારે ઈરાની અધિકારીઓએ તેમના સ્થાનો બદલવાનું શરૂૂ કર્યું. તેઓ માનતા હતા કે તેઓ હવે સુરક્ષિત છે. સ્થાન બદલ્યું તે ઇઝરાયેલને ખબર પણ નહી હોય. દરેક હુમલો એટલો ચોક્કસ હતો કે જાણે કોઈએ નકશો અને સમય પહેલાથી જ નક્કી કરીને આપ્યો હોય. જેનાથી ઈરાની ગુપ્તચર એજન્સીઓને શંકા ગઈ અને તપાસ શરૂૂ કરવામાં આવી.
તપાસ દરમિયાન અધિકારીઓ સાથે લેવામાં આવેલા ફોટા અને વિડીયો ફૂટેજની તપાસ કરતી વખતે, એક ચહેરો વારંવાર સામે આવ્યો - કૈથરીન પેરેઝ શેકેડ. જ્યારે તે અનેક મહત્વપૂર્ણ અધિકારીઓ સાથે ઘરની તસ્વીરોમાં દેખાઈ ત્યારે તેની ઓળખ પુષ્ટિ થઈ ગઇ. પરંતુ જ્યારે તેણીની ઓળખ થઈ, ત્યારે ઘણુ મોડુ થઇ ગયું હતું.
કેથરિન હવે ક્યાં છે?
હવે કેથરિન ગુમ થઇ ચુકી છે. ઈરાનની ગુપ્તચર એજન્સીએ દેશભરમાં તેના પોસ્ટર અને ફોટા જાહેર કર્યા છે, પરંતુ તેનો કોઈ પત્તો નથી મળી રહ્યો. કેટલાક અહેવાલો અનુસાર, તે હવે અલગ ઓળખ હેઠળ બીજા દેશમાં રહેતી હોય તેવી શક્યતા છે. પરંતુ તે સ્પષ્ટ છે કે, તે મોસાદના સૌથી સફળ અને પ્રખ્યાત જાસૂસી ઓપરેશનમાંના એકનો ભાગ બની ગઈ છે.