ગાઝામાં ખાદ્યસહાયની વાટ જોતા લોકો પર ઇઝરાયેલનો હુમલો: 20નાં મોત, 155 ઘાયલ
- આર્ટિલરી ફાયર, ટેંકના ગોળાથી આખો વિસ્તાર ધ્રુજી ગયો
ગાઝામાં ખાદ્યસહાયની વાટ જોઇ રહેલા લોકો પર ઇઝરાયેલે હુમલો કરતાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 155 ઘાયલ થયા હતા, ઈગગ એ પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં આરોગ્ય મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યા છે. શિફા હોસ્પિટલના ઇમરજન્સી યુનિટના ડોક્ટર મોહમ્મદ ગરબે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની ધારણા છે કારણ કે ઘાયલોને હજી પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
અગાઉ, સ્થળ પરના એક સાક્ષીએ જણાવ્યું હતું કે ડઝનેક લોકો મૃત્યુ પામ્યા હતા, વીડિયોમાં કથિત રીતે ઘટનાસ્થળે દસેક મૃતદેહો પડેલા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગાઝામાં કુવૈતી રાઉન્ડઅબાઉટ પર તેમની તરસ છીપાવવા માટે માનવતાવાદી સહાયની રાહ જોઈ રહેલા નાગરિકોના મેળાવડાને ઇઝરાયલી સેનાએ નિશાન બનાવ્યા છે.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર આર્ટિલરી ફાયર અથવા ટેન્ક જેવા અવાજથી ધ્રુજી ગયો હતોગુરુવારે એક નિવેદનમાં, ગાઝા સિવિલ ડિફેન્સના પ્રવક્તા મહમૂદ બસલે ઈઝરાયેલ પર હુમલા માટે જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.