ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલ પર ઈઝરાયેલનો હુમલો, 35 આતંકીઓના મોત
ઇઝરાયેલી સેનાના જમીની અને હવાઈ હુમલાઓએ હવે ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલને બંધ કરવાની ફરજ પાડી છે. ઇઝરાયલી સૈનિકોએ હોસ્પિટલ પર દરોડો પાડયો હતો, જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની સારવાર થઈ રહી હતી. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, ઘણા આતંકીઓ હોસ્પિટલમાં છૂપાયેલા હતાં.
જ્યારે, પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી દળોએ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ ઘાયલોની સારવાર કરી રહ્યા હતા. ઈઝરાયેલના હુમલામાં કુલ 35 લોકોના મોત થયા હતાં.ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂૂગોળો મળી આવ્યા હતાં. સેનાના હુમલામાં 35 આતંકીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.
ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીને કારણે અલ નાસેર હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. ઓક્સિજન ન મળતા ચાર દર્દીઓના મોત થયા હતાં.