For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈરાન સરહદે અફઘાન શરણાર્થીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર, 250થી વધુ મોત

11:16 AM Oct 18, 2024 IST | Bhumika
ઈરાન સરહદે અફઘાન શરણાર્થીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર  250થી વધુ મોત
Advertisement

સરહદ પાર કરી રહેલા 300ના ટોળાં ઉપર બર્બરતા

અફઘાનિસ્તાન સરહદે ઇરાન બોર્ડર ગાર્ડસ દ્વારા થયેલા ગોળીબારમાં 250 થી વધુ અફધાન નાગરિકોના મોત થયા છે. ઇરાનના માનવ અધિકાર સંગઠને દાવો કર્યો હતો કે અફઘાન શરણાર્થીઓ ઇરાનની સરહદમાં પ્રવેશી રહયા હતા ત્યારે ઇરાન દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા આ ઘટના બની હતી. માનવ અધિકાર સંગઠને પીડિતોના શબોને દર્શાવતો એક વીડિયો શેર કર્યો છે જેમાં શરણાર્થીઓને સરહદે મારી નાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

Advertisement

સરહદ પાર કરી રહેલા કુલ પ્રવાસીઓની સંખ્યા 300 જેટલી હતી જેમાંથી માત્ર 50 જ બચ્યા હતા. બાકીના હુમલાનો ભોગ બનીને ઢળી પડયા હતા.

આ રિપોર્ટ ઇરાની દળો સૈન્ય દ્વારા અફઘાન શરણાર્થીઓને ઉત્પીડન, યાતના અને દુર્વ્યહવારના આરોપોના સમયમાં આવ્યો છે. ઇરાની સીમા રક્ષકોની કાર્યવાહીની ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ટીકા કરવામાં આવી છે.

આ અંગે કાબુલમાં તાલિબાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે નસ્ત્રવિવિધ સરકારી એજન્સીઓસ્ત્રસ્ત્ર અને અફઘાન રાજદ્વારી મિશનોએ અહેવાલોને ચકાસવા માટે નસ્ત્રસંપૂર્ણ તપાસસ્ત્રસ્ત્ર શરૂૂ કરી છે. ગોળીબારમાં જાનહાનિનો ચોક્કસ આંકડો સ્પષ્ટ નથી. ઇરાનમાં મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ રહે છે તેમની સ્થિતિ ખૂબ ગંભીર છે. ઇરાનમાં અફઘાન શરણાર્થીઓને માનવીય અને બુનિયાદી અધિકારોના ઉલંઘનનો સામનો કરવો પડી રહયો છે. આ દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિના વિશેષ દૂત અને કાબુલમાં રાજદૂત હસન કાઝેમી કોમીએ આ અહેવાલોને સખત રીતે નકારી કાઢ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement