દુનિયામાં ચાલતા યુધ્ધો રોકવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની: ઇટલીના પીએમ મેલોની
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ભારત વિશ્વમાં ચાલતા યુદ્ધો અને સંઘર્ષોને હલ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) દરમિયાન તેમણે કહ્યું, મને લાગે છે કે ભારત આ દિશામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીની પીએમ મેલોની વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ વિશ્વ અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, ખાસ કરીને યુક્રેનમાં ચાલતા સંઘર્ષને ઝડપથી અને શાંતિપૂર્ણ રીતે અંત લાવવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ આ દિશામાં ભારતના પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું હતું.બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વાતચીત દરમિયાન ભારત અને ઇટલી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગહન બનાવવાનું વચન આપ્યું હતું.
આ ભાગીદારીમાં રોકાણ, રક્ષા, સુરક્ષા, અવકાશ, વિજ્ઞાન, શિક્ષણ, લોકો વચ્ચે પરસ્પર સંબંધો અને આતંકવાદ વિરુદ્ધ લડાઈ જેવા ક્ષેત્રો સામેલ છે. બંને દેશોએ 2025-29 માટે તૈયાર કરાયેલા જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાનને અમલમાં મૂકવાનું સંકલ્પ લીધું છે. પીએમ મેલોનીએ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઝડપથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને અંતિમ રૂૂપ આપવા માટે ઇટાલીના સમર્થનની વાત પુનરાવર્તિત કરી હતી. આ કરાર બંને પક્ષોના વેપારીઓ અને ગ્રાહકો માટે લાભદાયી થશે.
આ નિવેદન ઞગૠઅ 80મા સત્ર દરમિયાન આવ્યું છે, જ્યાં મેલોનીએ ભારતની વધતી પ્રભાવશાળીતાની પ્રશંસા કરી, જ્યારે યુક્રેન યુદ્ધ અને રશિયન તેલના આયાતને લઈને અમેરિકા-ભારત વચ્ચે તણાવ વચ્ચે પણ તેમણે ભારતની મધ્યસ્થીની ભૂમિકા પર ભાર મૂક્યો.