ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યા

11:38 AM May 23, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મૃતક ઉદ્યોગ સાહસિક હતા, હત્યારાનો ગુનાઇત ઇતિહાસ

Advertisement

અમેરિકામાં ચાલુ બસમાં જ ભારતીય દ્વારા ભારતીયની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવની વિગત મુજબઅમેરિકાના ટેક્સસ સ્ટેટના ઓસ્ટિનમાં એક ભયાનક ઘટનામાં 30 વર્ષના ઈન્ડિયન આંત્રપ્રિન્યોર અક્ષય ગુપ્તાની એક બસમાં ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી. ઘટના મે 14એ સાંજે બની હતી. અક્ષયની હત્યા કરનારો એક ઈન્ડિયન જ હતો. ચાલુ બસમાં બનેલી આ ઘટનાથી ભય ફેલાઈ ગયો હતો.

જેથી જેવી બસ ઊભી રાખવામાં આવી કે તરત જ મુસાફરો તેમાંથી ઝડપથી બહાર આવી ગયા હતા અને તેમની સાથે હત્યારો પણ બસની બહાર નીકળી ગયો હતો અને ભાગી ગયો હતો. જોકે, બાદમાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

અક્ષય ગુપ્તા એક સ્વાસ્થ્ય-ટેકનિકલ સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડર હતા અને ઓસ્ટિનના સક્રિય આંત્રપ્રિન્યોર હતા. તેમણે વર્ષ 2024માં શરૂૂ થયેલી અજૠ રિસર્ચ લિમિટેડ નામની કંપનીના પણ તેઓ કો-ફાઉન્ડર હતા. લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ, તેમણે પેન સ્ટેટ યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર ડિગ્રી કરી હતી અને પોતાના ઈનોવેશનને લઈને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલાને પણ મળ્યા હતા.

ઓસ્ટિન પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, તેમના પર બાસમાં ચાકૂથી હુમલો કરાયો હતો. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે અક્ષય ગંભીર રીતે ઘાયલ હાલતમાં જોવા મળ્યા હતા. તેમને તાત્કાલીક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેનો જીવ બચાવવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

અક્ષયની હત્યા કરનારાનું નામ દીપક કંડેલ છે. 31 વર્ષનો દીપક કંડેલ ભારતીય છે અને બેઘર છે. તપાસમાં સામે આવ્યું છે કે, દીપક બસમાં અક્ષયની પાસે બેઠો હતો અને કોઈ ઉશ્કેરણી વિના જ તેણે અક્ષયની ગરદન પર બુચર સ્ટાઈલ ચાકૂથી હુમલો કરી દીધો હતો. પૂછપરછમાં દીપકે જણાવ્યું હતું કે, અક્ષય તેના કાકા જેવો દેખાતો હતો એટલે તેણે તેના પર હુમલો કર્યો હતો. દીપકને ફર્સ્ટ ગ્રેડ મર્ડરના આરોપમાં ટ્રેવિસ કાઉન્ટી જેલમાં બંધ કરી દેવાયો છે. સીબીએસ ઓસ્ટિનના રિપોર્ટ મુજબ, દીપકનો ભૂતકાળ ખરાડાયેલો છે. તેની અગાઉ પણ ઘણી વખત ધરપકડ થઈ ચૂકી છે.

Tags :
AmericaAmerica newscrimeindiaindia newsindian murder
Advertisement
Advertisement