For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક યુધ્ધના મંડાણ? યુક્રેન બાદ રશિયા જર્મની પર હુમલો કરે તેવી શક્યતા

11:14 AM Jun 09, 2025 IST | Bhumika
વધુ એક યુધ્ધના મંડાણ  યુક્રેન બાદ રશિયા જર્મની પર હુમલો કરે તેવી શક્યતા

શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે? આની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર કબજો કરવાની તૈયારીમાં દાવો કરાયો છે. બીજીતરફ રશિયા યુક્રેન બાદ જર્મનીને પોતાના તાબામાં લેવા માટે યુદ્ધ કરેલ તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચોંકવનારી વાત એ છે કે, જર્મનીએ બંકરો, સુરંગો અને ટેંકો સહિતનું બાંધકામ કરવાની કામગીરી પુરજોશમાં શરૂૂ કરી દીધી છે, જેના કારણે રશિયાના સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરાઈ છે.

Advertisement

રિપોર્ટ મુજબ, રશિયાએ યુક્રેનની મુશ્કેલી વધાર્યા બાદ યુરોપના અનેક દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે. તેથી હવે જર્મનીને આશંકા છે કે, આવનારા સમયમાં રશિયા તેના પર પણ હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં, જર્મનીએ બંકર અને સુરંગો બનાવવાનું શરૂૂ કરી દીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા ચાર વર્ષમાં જર્મની પર હુમલો કરવાની યોજના બનાવી શકે છે.

જર્મનીના સુરક્ષા વિભાગના વડા રાલ્ફ ટેસલરે કહ્યું કે, એવું મનાતું હતું કે જર્મની પર કોઈ ખતરો નથી, ભવિષ્યમાં યુદ્ધનો સામનો કરવો પડશે નહીં. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમને ડર છે કે, યુરોપમાં મોટું યુદ્ધ થઈ શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ લાંબા યુદ્ધ વચ્ચે, એવો ડર છે કે રશિયા નાટો દેશોને પણ નિશાન બનાવી શકે છે.

Advertisement

જર્મનીના સંરક્ષણ વડા જનરલ કાર્સટન બ્રૂઅરે એક મીડિયાને કહ્યું હતું કે, અમે દર વર્ષે સેંકડો ટેન્કો બનાવી રહ્યા છીએ. જો 2029 સુધીમાં નાટો દેશો પર હુમલો થશે તો ટેન્કોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જર્મનીએ નવા બંકરો બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મેટ્રો સ્ટેશનના અંડરગ્રાઉન્ડમાં કાર પાર્કિંગ, બેઝમેન્ટ અને આશ્રયસ્થાનો બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement