કેનેડામાં ભારતીય નાગરિકની ચાકુ મારી હત્યા, 1ની ધરપકડ
ભારતીય દૂતાવાસ પીડિત પરિવારની મદદે
કેનેડાના રોકલેન્ડ વિસ્તારમાં શનિવારે એક ભારતીય નાગરિકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંની પોલીસે હજુ સુધી આ ઘટનાની વિગતો જાહેર કરી નથી, પરંતુ ભારતીય દૂતાવાસે કહ્યું કે તેઓ પીડિતાના પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છે.
દૂતાવાસે તેની પોસ્ટમાં લખ્યું છે કે, રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકના છરાબાજીથી થયેલા મૃત્યુથી અમે ખૂબ જ દુ:ખી છીએ. પોલીસે જાણ કરી છે કે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને તમામ શક્ય સમર્થન આપી રહ્યા છીએ, એમ દૂતાવાસે તેની પોસ્ટમાં લખ્યું.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં આજે સવારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બીજાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે શું આ એ જ ઘટના છે જેનો ભારતીય દૂતાવાસે તેની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે.
-----------