ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટ્રમ્પના નીતનવા ગતકડાંમાંથી શીખી ભારતે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વર્લ્ડ કલાસ સુવિધાઓ ઊભી કરવી જોઇએ

10:54 AM May 30, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી જાત જાતના તુક્કા રમતા કર્યા કરે છે ને તેમને સૂઝેલો નવો તુક્કો વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધનો છે. અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂકીને ફતવો બહાર પાડયો છે કે, નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી તાત્કાલિક અસરથી વિદેશી વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર વિઝા માટે નવી એપોઈન્ટમેન્ટ્સને મંજૂરી ના આપવી. એફ, એમ અને જે એ ત્રણ કેટેગરીના વિઝામાં નવા ઈન્ટરવ્યૂ પર પ્રતિબંધ મુકાયો છે.
ટ્રમ્પનો નિર્ણય ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે આંચકાજનક છે પણ તેના કારણે ભારત માટે એક તક પણ ઉભી થઈ છે. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન ધિકતો ધંધો છે.

Advertisement

અમેરિકા દર વર્ષે લગભગ 50 અબજ ડોલરની કમાણી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશનમાંથી જ કરે છે. અમેરિકાની 30 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં આ રકમ બહુ મોટી નથી પણ ભારત સહિતના દેશો માટે આ રકમ બહુ મોટી છે. ભારત આ રકમમાંથી વીસેક ટકા રકમ પણ પોતાની તરફ વાળી શકે તો તેના કારણે ભારતના અર્થતંત્રને બહુ મોટો વેગ મળે પણ એ તાત્કાલિક શક્ય બનવાનું નથી કેમ કે અમેરિકામાં ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે ભારત અત્યારે વિકલ્પ જ નથી. ઊલટાનું ભારતનું શિક્ષણ એ હદે કથળેલું છે કે, આપણાં ટેલેન્ટેડ છોકરાં દેશ છોડી છોડીને ભાગી રહ્યાં છે.

વિદેશી વિદ્યાર્થીઓ ભારત તરફ વળે એ માટે ભારતે એક નક્કર નીતિ અપનાવવી પડે અને એક દાયકાનું આયોજન કરવું પડે. અમેરિકા સહિતના દેશોમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે તેનું કારણ ભણી રહ્યા પછી રોજગારીની પુષ્કળ તકો છે. આઈટી સહિતના સાયન્સ અને ટેકનોલોજીના વિષયોમાં અમેરિકાનું શિક્ષણ અવ્વલ મનાય છે. અમેરિકામાં વિદેશથી આવતા મોટા ભાગના વિદ્યાર્થી સાયન્સ અને ટેકનોલોજીના વિષયોનું શિક્ષણ લઈને અમેરિકામાં થાળે પડવા જ આવે છે. ભારતમાં સાયન્સ અને ટેકનોલોજીના શિક્ષણનું સ્તર સાવ કથળેલું છે તેથી અત્યારે કોઈ અહીં આવતું નથી પણ ભારત બે મોરચે કામ કરે તો વિદેશી વિદ્યાર્થીઓ અહીં આવવા માંડે.

Tags :
AmericaAmerica newsDonald TrumpindiaworldWorld News
Advertisement
Advertisement