For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-પાક.ભૂતકાળ ભૂલી ભવિષ્ય તરફ આગળ વધે:શરીફ

04:44 PM Oct 18, 2024 IST | admin
ભારત પાક ભૂતકાળ ભૂલી ભવિષ્ય તરફ આગળ વધે શરીફ

જ્યાં છોડયું ત્યાંથી શરૂઆત કરવી જરૂરી, 75 વર્ષ વીતી ગયા, બીજા 75 વર્ષ બગાડો નહીં: પાકિસ્તાનના પૂર્વ પીએમની શરીફાઇ છલકી

Advertisement

પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે ભારતીય મીડિયા સાથે વાત કરી હતી. પત્રકારનો સાથે વાત કરતા નવાઝ શરીફે વિદેશમંત્રી એસ. જયશંકરની મુલાકાતને સારી શરૂૂઆત ગણાવી હતી. તેમજ તેમણે 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાહોરની ઓચિંતી મુલાકાતને પણ યાદ કરીને પ્રશંસા કરતા કહ્યું હતું કે પઙખ મોદીએ મારા માતા સાથે ઘણા સમય સુધી વાતચીત કરી હતી.

આ દરમિયાન નવાઝ શરીફે કહ્યું કે બંને દેશોએ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જોવું જોઈએ.
આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત સાથેના સંબંધોને લઈને પાકિસ્તાનમાં ભારતીય મીડિયાને વાત કરતા જણાવ્યું હતું કે, પવિદેશ મંત્રી એસ. જયશંકરનો પાકિસ્તાન પ્રવાસ એક શરૂૂઆત છે. હું આશા રાખું છું કે ભારત અને પાકિસ્તાન તેમનો ઈતિહાસ પાછળ રાખશે અને ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ લાવશે. શાંતિ પ્રક્રિયામાં વિક્ષેપ ન થવો જોઈએ. નોંધનીય છે કે, નવાઝ શરીફના કાર્યકાળ દરમિયાન અટલ બિહારી વાજપેયીએ લાહોરની બસમાં સફર કરી હતી. આ મુલાકાતના થોડા સમય બાદ જ પાકિસ્તાની સેનાએ કારગીલમાં હુમલો કર્યો હતો. ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને તેને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યો. આ પછી, બંને દેશોના સંબંધોમાં ક્યારેય સુધરી શક્યા નહીં.

Advertisement

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતા શરીફે કહ્યું કે, પજો પીએમ મોદી જઈઘ સમિટમાં ભાગ લેવા આવ્યા હોત તો મને વધુ ગમ્યું હોત. આપણે જ્યાં છોડ્યું, ત્યાંથી શરૂૂઆત કરવાની જરૂૂર. 75 વર્ષ વીતી ગયા, આવી રીતે બીજા 75 વર્ષ બગાડો નહીં. છેલ્લા 75 વર્ષ આપણે બરબાદ કર્યા. હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ. શાંતિ પ્રક્રિયા ખોરવાવી ન જોઈએ.

ભારતીય મીડિયા સાથે વાત કરતા નવાઝ શરીફે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ માટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા હતા. ઈમરાન ખાને વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરેલી કેટલીક ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે પઈમરાન ખાને આવા શબ્દોનો ઉપયોગ કર્યો જેનાથી સંબંધો બગાડ્યા. બંને દેશોના નેતાઓ અને પડોશીઓ તરીકે આપણે આવા શબ્દો વિચારવા પણ ન જોઈએ. હું સંબંધોમાં વિક્ષેપથી ખુશ નથી. હું પાકિસ્તાનના લોકો વિશે વાત કરી શકું છું જે ભારતીય લોકો માટે વિચારે છે અને હું ભારતીય લોકો માટે પણ તે જ કહીશ.

Advertisement
Tags :
Advertisement
Advertisement